GSTV
Home » News » Tik Tok પર ભારતમાં પ્રતિબંધ હટી શકે છે, કંપનીની આ જાહેરાતથી સરકાર પર આવશે પ્રેશર

Tik Tok પર ભારતમાં પ્રતિબંધ હટી શકે છે, કંપનીની આ જાહેરાતથી સરકાર પર આવશે પ્રેશર

how to Download Tik tok

ભારતમાં ભલે Tik Tok ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોય, પરંતુ Tik Tokની પેરેન્ટ કંપની તેમ છતાં ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. ByteDance ચીનનું એક સ્ટાર્ટઅપ છે, જેને દુનિયાનો સૌથી વધારે વેલ્યુવાળા સ્ટાર્ટઅપમાં રાખવામાં આવે છે.

આની પહેલાં કંપનીએ અમુક એપ્સ માટે 100 મિલિયનનું રોકાણ કર્યુ છે.. આ એપ્સમાં Vigo, Helo અને Tik Tokનો સમાવેશ થાય છે.. આવતા મહિને ભારતમાં ByteDance એક નવી એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે.. Tik Tok મુજબ ભારતમાં આ એપ્લિકેશન્સનાં 130 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે.એટલું જ નહી કંપની ભારતમાં આ વર્ષના અંત સુધીમાં ભારતમાં કર્મચારીઓની સંખ્યા 1000 સુધી કરશે.

ત્યારે ByteDanceના પબ્લિક પોલિસીનાં ડાયરેક્ટરે કહ્યુ હતુકે, કંપની છેલ્લાં થોડા દિવસોથી કોન્ટેન્ટ મોડરેશન પોલિસીને મજબૂત કરી રહી છે.. તેમણે ભારતમાં ટિક ટોક બેન પર દુખ વ્યક્ત કરતા કહ્યુ હતુકે, અમે હાલનાં ડેવલોપમેન્ટથી નિરાશ છીએ, પરંતુ જલ્દીથી તેનો ઉકેલ લાવીશું. ભારતનાં યુઝર્સ માટે તેઓ કમિટેડ છે.અને કંપની આગામી 3 વર્ષમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે. રિપોર્ટ મુજબ ByteDance ભારતમાં જલ્દી એક નવો વિડીયો શેરિંગ એપ લોન્ચ કરશે.. હાલની સ્થિતીમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાં Tik Tok બ્લોક છે.. એટલેકે નવા યૂઝર્સ તેને ડાઉનલોડ નહી કરી શકે પરંતુ જૂના યૂઝર્સ તેને પહેલાંની જેમ જ યુઝ કરી શકશે..

READ ALSO

Related posts

લોકસભા સભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Mansi Patel

સીબીઆઈ, ઈડીની જેમ ચૂંટણી પંચનું પણ ભાજપ સાથે ગઠબંધન : આ મહિલા નેતાને કાવતરાની શંકા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!