GSTV
Home » News » TIK TOKના રસિકો માટે આવ્યા ખુશખબર : મદ્રાસ હાઇકોર્ટે બદલ્યો આદેશ, અહીંથી થઈ શકશે ડાઉનલોડ

TIK TOKના રસિકો માટે આવ્યા ખુશખબર : મદ્રાસ હાઇકોર્ટે બદલ્યો આદેશ, અહીંથી થઈ શકશે ડાઉનલોડ

પોપ્યુલર ચાઈનીઝ એપ્લિકેશન Tik Tok પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે આ વીડિયો શેરિંગ એપ પરથી પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. Tik Tok તરફથી કોર્ટમાં અરવિંદ દાતરે કોર્ટમાં તર્ક આપ્યુ હતુકે, એવી કોઈ પણ વ્યવસ્થા ન થઈ શકે, જે કાનૂની રીતે માન્ય હોય પરંતુ ન્યાયિકરૂપથી પૂર્ણ ન હોય. આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવો સમાધાન નથી. યુઝર્સના રાઈટ્સ સુરક્ષિત કરવા જરૂરી છે. આ નિર્ણય બાદ કંપનીને મોટી રાહત મળી છે. કારણકે, પ્રતિબંધના કારણે કંપનીને દરરોજના 5 લાખ ડોલર(લગભગ 3.49 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ રહ્યુ હતુ.

Tik Tok ભારતમાં ઘણી પોપ્યુલર છે અને કંપની મુજબ અહીયા 300 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. ઉલ્લેખનીય છેકે, મદ્રાસ હાઈકોર્ટના Tik Tok પ્રતિબંધના નિર્ણય બાદ તેને ગૂગલ અને એપલ પ્લે સ્ટોર્સમાંથી હટાવી દેવામાં આવી હતી. પરંતુ હવે જલ્દીથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાશે. આની પહેલાં સુપ્રિમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટે અંતરિમ ઓર્ડરમાં Tik Tokને લઈને ફાઈનલ વર્ડિક્ટ આપવા માટે કહ્યુ હતુ. અને કહ્યુ હતુકે, જો હાઈકોર્ટ નક્કી કરવામાં ફેલ જશે તો તેની પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

READ ALSO

Related posts

લોકસભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Mansi Patel

સીબીઆઈ, ઈડીની જેમ ચૂંટણી પંચનું પણ ભાજપ સાથે ગઠબંધન : આ મહિલા નેતાને કાવતરાની શંકા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!