GSTV

તિજોરી હોય કે લોકર -મૂકશો ચોક્કસ દિશામાં તો થશે ધનધાન્યના ઢગલાં

Last Updated on January 24, 2018 by

દરેક વ્યક્તિના ઘરમાં નાણાં કે કિમમતી વસ્તુઓ મૂકવા માટે તિજોરી, લોકર કે પછી  ખાસ પ્રકારના વોર્ડરોબ હોય છે જોકે આ લોકર કે તિજોરી યોગ્ય દિશામાં  મૂકેલા હોય તે જરૂરી છે. કારણ કે વાસ્તુના નિયમો પ્રમાણે યોગ્ય દિશામાં મૂકેલા તિજોરી કે લોકર તમારી ધનસંપદામાં વધારો કરે છે. અને જો તે યોગ્ય દિશામાં નહીં હોય તો તમે ગમે તેટલી મહેનત કરશો તો પણ તમારા નાણાંનો વ્યય થઈ જશે.

ધન સંપદાની બાબત દેવોના ધનપતિ અને ખચાનચી કુબેર સાથે સંકળાયેલી છે આથી  કુબેરને અનુકૂળ દિશામાં તિજોરી કે લોકર રાખવા જોઈએ.

વાસ્તુના નીચે પ્રમાણેના નિયમોને આધારે તમારે  તિજોરી ગોઠવવી જોઈએ. જે તમને વધારે લાભ કરાવશે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે  ધનના દેવતા કુબેરનો વાસ ઉત્તર દિશામાં હોય છે. તેથી તિજોરી ઉત્તર દિશામાં મુકવી શુભ હોય છે.

જો ઉત્તર દિશામાં તિજોરી મુકવુ શક્ય ન હોય તો ઈશાન કે પૂર્વ દિશામાં પણ તિજોરી મુકી શકાય છે.

 ગલ્લો કે તિજોરીમાં કુબેર યંત્ર મુકવુ જોઈએ. જેનાથી તમારા વેપાર વ્યવસાયમાં સતત ઉન્નતિ થતી રહે.

તિજોરી જ્યા સુધી શક્ય હોય તો એવા સ્થાન પર મુકો જ્યા કોઈ સહેલાઈથી તેને જોઈ ન શકે.

તિજોરી સાથે સંબંધિત માહિતી ઘરના ખાસ લોકોને જ હોય અન્ય લોકોને નહી.

કોર્ટ સંબંધી કાગળો ક્યારેય પણ રોકડ કે ઘરેણાં સાથે ન મુકવા જોઈએ. તેનાથી નુકશાન થઈ શકે છે.

 તિજોરી ક્યારેય ખાલી ન મુકશો. તેમા કંઈક ને કંઈક કાયમ રહેવુ જોઈએ જેથી તેની સાર્થકતા કાયમ રહે.

પૂજા ઘરમાં મૂર્તિની નીચે ક્યારેય તિજોરી-ગલ્લો પૈસા ન મુકવા જોઈએ. નહી તો તમારું ધ્યાન કાયમ ધન પર રહેશે અને ભગવાનની ભક્તિમાં તમારું મન નહી લાગે.

Related posts

લાલ કિતાબ/ ગળા સુધી દેવામાં ડૂબેલા વ્યક્તિને પણ બહાર કાઢી શકે છે વરસાદનું પાણી, કરી લો આ ચમત્કારી ઉપાય

Damini Patel

જ્યોતિષ / આ 4 રાશિ વાળા હોય છે સૌથી વધુ સાચ્ચા અને પ્રામાણિક, ક્યારેય નથી આપતા દગો

Vishvesh Dave

Lal Book/ અશુભ હોય છે આવું ઘર, મકાન ખરીદવા અથવા બનાવવા પહેલા જરૂર જાણી લો આ વાત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!