GSTV

નિર્ભયાના દોષિતોને ફાંસી માટે તિહાર જેલે દિલ્હી સરકાર પાસે નવી તારીખ માગી

Last Updated on January 17, 2020 by Mayur

નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યાના કેસમાં તિહાર જેલ તંત્રે દિલ્હી સરકારને પત્ર લખીને દયા અરજીના ઉકેલ સુધી ફાંસીની તારીખ ટાળવા અને ફાંસી માટે નવી તારીખ આપવા માગણી કરી છે.નિર્ભયાના દોષિતોમાંથી એક મુકેશની ડેથ વોરંટને પડકારતી અરજી પર ગુરૂવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બીજીબાજુ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે કેન્દ્રીય ગૃહમંત્રાલયને મુકેશ સિંહની દયાની અરજી નકારી કાઢવાની ભલામણ કરી છે.

નિર્ભયા કેસના ચારેય ગુનેગારો મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય સિંહ અને પવન ગુપ્તાને દિલ્હીની કોર્ટે ગયા સપ્તાહે સાત વર્ષ જૂના કેસમાં ડેથ વોરંટ જાહેર કરી 22મી જાન્યુઆરીએ ફાંસી આપવાના નિર્દેશો આપ્યા હતા.જોકે, આ દોષિતોમાંથી એક મુકેશ સિંહે રાષ્ટ્રપતિ  સમક્ષ દયાની  અરજી કરી હતી અને તેણે તેના ડેથ વોરંટને પટિયાલાની કોર્ટમાં પડકાર્યું હતું. આ સંદર્ભમાં સુનાવણી કરતાં પટિયાલા કોર્ટે જણાવ્યું હતું કે નિર્ભયાના દોષિતોમાંથી એક મુકેશ સિંહે દયાની અરજી કરી છે અને 22મી જાન્યુઆરીને માત્ર પાંચ દિવસ બાકી છે.

રાષ્ટ્રપતિ આજે આૃથવા કાલે દયાની અરજી નકારી કાઢે તેવી શક્યતા છે. ત્યાર પછી આ લોકો 14 દિવસનો સમય માગશે. પછી નવી તારીખ માગશે. એવામાં ફાંસી કેવી રીતે થશે? આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે તિહાર જેલ તંત્રને યોગ્ય રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. હવે શુક્રવારે આગળ સુનાવણી થશે.તિહાર જેલ તંત્રે દિલ્હી સરકારને દયાની અરજીનો ઉકેલ ન આવે ત્યાં સુધી ફાંસી ટાળવા અને નવી તારીખ આપવા માટે પત્ર લખ્યો છે. પટિયાલા કોર્ટમાં ગુરૂવારે મુકેશનાં વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે કોર્ટ 22મી જાન્યુઆરીનું ડેથ વોરંટ રદ કરે. અમે રાષ્ટ્રપતિ અને દિલ્હીના એલજી સમક્ષ દયાની અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટે ક્યુરેટિવ પિટિશન બપોરે 2.00 વાગ્યે રદ કરી હતી અને અમે 3 વાગ્યે દયા અરજી કરી દીધી હતી. હાલ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પેન્ડિંગ છે. તેથી હાલ મોતની સજા આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો પણ એમ કહે છે કે રાષ્ટ્રપતિ દયાની અરજી નકારી કાઢવાનો નિર્ણય કર્યા પછી ઓછામાં ઓછા 14 દિવસ દોષિતોને આપવા જોઈએ.

આથી, હાલ પુરતું 22મી જાન્યુઆરીનું ડેથ વોરંટ રદ કરવું જોઈએ. બંને પક્ષોની  દલીલો સાંભળ્યા પછી પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું કે દોષિતોએ દયા અરજી કરી છે. અમે હાલ ફાંસીની તારીખ લંબાવી રહ્યા નથી. અમે માત્ર જેલ તંત્ર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગી રહ્યા છીએ. જેલ તંત્રે કોર્ટને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ, જે નથી  અપાઈ.દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ જનરલે મુકેશ સિંહની દયાની અરજી નકારી કાઢવા માટે કેન્દ્રી ગૃહમંત્રાલયને વિનંતી કરી છે. બુધવારે દિલ્હી સરકારે ‘વીજળી ગતિ’એ કામ કરતાં મુકેશ સિંહની દયાની અરજી નકારી કાઢી હતી અને એલજીને ફોરવર્ડ કરી હતી. હવે એલજીએ દયાની અરજી નકારી કાઢવા ગૃહમંત્રાલયને વિનંતી કરી છે.

નિર્ભયાના દોષિતોને તિહારની જેલ નં.3માં શિફ્ટ કરાયા

નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યાના દોષિતોને 22મી જાન્યુઆરીએ ફાંસીની સજા પર હાલ પુરતો સ્ટેની સંભાવનાના અહેવાલો વચ્ચે તિહાર જેલ તંત્રે નિર્ભયાના ચારેય દોષિતો મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર અને પવન ગુપ્તાને તિહારની જેલ નં.3માં શિફ્ટ કર્યા છે. આ જ જેલમાં ફાંસીની કોટડી છે. ચારેય દોષિતોને જેલ નં.-3માં અતિ સલામત સેલમાં અલગ અલગ રખાયા છે. થોડાક સમય પહેલાં સુધી અક્ષય અને મુકેશ તિહારની જેલ નં.-2માં કેદ હતા. અન્ય એક દોષિત પવન ગુપ્તાને મંડોલી જેલમાંથી કાઢીને તિહાર જેલ નં.-2માં લવાયો હતો જ્યારે વિનય શર્મા જેલ-4માં કેદ હતો. બધા જ દોષિતોને હવે જેલ નં.-3માં શિફ્ટ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!