GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ભારતનો આવો છે કાયદો : ચકચારી નિર્ભયા બળાત્કારમાં દોષિતોને હજુ નથી થઈ ફાંસી, સુપ્રીમે ફટકારી હતી સજા

હૈદરાબાદમાં મહિલા ડોકટરની સાથે થયેલી બર્બરતા બાદ ફરી એક વખત નિર્ભયા ગેંગ રેપની ચર્ચાએ જોર પકડ્યું છે. દેશભરના લોકોને હચમચાવનાર નિર્ભયા ગેંગરેપને સાત વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી તેના દોષિતોને ફાંસીની સજા નથી મળી. નિર્ભયા કેસમાં નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટે આ દોષિતોને ફાંસીની સજા ફરમાવી છે પરંતુ તેને સજા નથી મળી.

એક તરફ નિર્ભયાના દોષિતોને ફાંસી વ્હેલામાં વ્હેલી તકે થાય તેવી માગે જોર પકડ્યું છે તો બીજી તરફ એશિયાની સૌથી મોટી જેલમાંની એક તિહાર જેલ પાસે જલ્લાદ જ ન હો વાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ છે કે દોષિતોને ફાંસીની સજા કઈ રીતે આપવામાં આવશે. આ અંગે જેલ પ્રશાસને કહ્યું કે એક દિવસ માટે જલ્લાદને તિહાર લાવવામાં આવી શકે છે.

અને દોષિતોને ફાંસી આપ્યા બાદ જલ્લાદ પોતાની તહેનાતીવાળી જેલમાં પરત ફરે છે. દિલ્હી સરકારે નિર્ભયાના દોષિત વિનયની દયા અરજીમાં માફી નહીં તેમ લખીને ઉપરાજ્યપાલને મોકલી દીધી છે, ત્યારે હવે આ અરજી ડાયરેક્ટર દિલ્હી પાસે પહોંચી ગઈ છે. તેઓ ભારત સરકારના ગૃહ વિભાગને મોકલશે. અને અંતે દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

જો રાષ્ટ્રપતિ દયા અરજી ફગાવી દે તો જેલ પ્રશાસન કોર્ટ જશે અને કોર્ટથી ડેથ વોરંટ જેને બ્લેક વોરંટ પણ કહે છે, તે ઈશ્યૂ કરાવશે. કોર્ટમાંથી ડેથ વોરંટ ઈશ્યૂ થયા બાદ દોષિતોને ફાંસી પર લટકાવવાનો રસ્તો સાફ થઈ જશે. ફાંસી મેળવનાર ચાર દોષિતોમાંથી એક માત્ર વિનયે જ દયા અરજી દાખલ કરી છે.

READ ALSO

Related posts

ખારી નદીમાં પૂર આવતા 7 ગામના લોકોનો સંપર્ક કપાયો, ચંડીસર ગામ પાસે કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

Nilesh Jethva

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!