GSTV
India News ટોપ સ્ટોરી

યાસીન મલિકની સજાના ચુકાદાના પગલે કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા, NIAની ફાંસીની માંગ

જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતા યાસીન મલિકની સજા અંગેનો નિર્ણય આજે વિશેષ કોર્ટમાં આવી શકે છે. જેના પગલે સુરક્ષાના ભાગરૂપે કોર્ટરૂમ બહાર સહિત કાશ્મીરમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. નોંધનીય છે કે NIAએ યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરી છે. આ પહેલા ગુરુવારે કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.

સજા સંભળાવતા પહેલા પટિયાલા હાઉસ કોર્ટની સુરક્ષા કડક કરવામાં આવી છે તેમજ શ્રીનગરના ઘણા બજારો બંધ કરવામાં આવ્યા છે. લાલ ચોક સહિત અનેક વિસ્તારોમાં ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. યાસીન મલિકના ઘરની બહાર લોકો એકઠા થયા હોવાની માહિતી પણ મળી છે. તેના ઘર પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

દિલ્હીની NIA કોર્ટે સજા અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે NIAએ યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરી છે. આ પહેલા ગુરુવારે કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.

યાસીન મલિકે કોર્ટને જણાવ્યું હતું કે તે કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું), અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય હોવા) માટે દોષિત છે. UAPA અને ભારતીય તે પીનલ કોડની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતા નથી.

READ ALSO

Related posts

145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે

pratikshah

PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર

pratikshah

વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર

Bansari Gohel
GSTV