GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

જિનપિંગનો ભારત પ્રવાસ : સરકારે આવી કરી છે જોરદાર તૈયારીઓ, ચીનથી 4 કાર ભારત આવી

તમિલનાડુના મહાબલીપુરમમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થવાની છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિની સાથે 200 સભ્યોનું પ્રતિનિધિમંડળ હશે. ત્યારે આ બંને નેતાઓના અભિવાદન માટે માર્ગો પર આશરે 7000 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે. આ નિમિતે આયોજીત કાર્યક્રમમાં આશરે 700 કલાકાર પોતાની પ્રસ્તૂતી રજૂ કરશે.

પીએમ મોદી અને જિનપિંગની મુલાકાતને લઇને મમલાપુરમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઠેર ઠેર ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે તો માર્ગો પર 24 કલાક 500 સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે.  એરપોર્ટથી લઇને મુલાકાતના સ્થળ સુધી 9000 હજાર પોલીસકર્મીને તૈનાત કરવામાં આવ્યા.

ચીનના રાષ્ટ્રપતિના કાફલા માટે ચીનથી ચાર બુલેટપ્રૂફ કાર આવી પહોંચી છે. ચેન્નાઇના ગુંડી સ્થિત હોટલથી લઇને મહાબલીપુરમ સુધી તમામ પોઇન્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અન્ય જિલ્લાઓમાંથી આશરે ત્રણ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. સમગ્ર ઇવેન્ટની સુરક્ષાની જવાબદારી માટે 34 અધિકારીઓની એક ટીમ બનાવાઇ છે.. જેની આગેવાની 9 આઇએએસ અધિકારી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

SBI અને ICICI બેંકના કરોડો ગ્રાહકોને લાગશે ઝટકો, બેંકોએ આ થાપણો પર ઘટાડી દીધું વ્યાજ

Dilip Patel

સરકારની ગેરંટી : આ 13 ગાઈડલાઈનનું કરશે પાલન તો ક્યારેય ઘરમાં નહીં ઘૂસે Corona

Arohi

વિશ્વના સૌથી વધુ 7 સંક્રમિત દેશોમાં સાજા થવામાં ભારત છે ત્રીજા સ્થાને, આ રિકવરી સાથે 2.80 મૃત્યુદર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!