અમદાવાદ સહિત ગુજરાતભરમાં અત્યારે બાગેશ્વર બાબા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે આજે ગુરૂવારે બાગેશ્વર બાબા ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં આવી પહોંચ્યા છે. સૌ પ્રથમ સુરતના લીંબાયતમાં આવતીકાલથી બે દિવસ બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર યોજાવાના છે જેના પગલે સાંજે બાબા સુરત પહોંચશે. પરિણામે બીજી તરફ બાબા સુરત આવવાના હોવાથી શહેર પોલીસ વિભાગે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. જોઈન્ટ સીપી, બે ડીસીપી, ચાર એસીપી, પીઆઇ સહિત 400 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત 700 હોમગાર્ડના જવાનો દિવ્ય દરબારના કાર્યક્રમમાં સુરક્ષાના ભાગરૂપે તૈનાત રહેશે. ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે અલગથી ટીમ તૈનાત રહેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાગેશ્વર બાબા સાંજે 6 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ આવી પહોંચશે. એરપોર્ટથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અબ્રામા સ્થિત ગોપીન ગામ જવા રવાના થશે. રાત્રી રોકાણ પણ તેઓ ગોપીન ગામ ખાતે કરશે. 26મીથી લીંબાયત સ્થિત નિલગીરી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. સાંજે 5 કલાકથી દિવ્ય દરબાર યોજાશે. જે રાત્રે 10:00 વાગ્યે સુધી ચાલશે. દરબારમાં બે લાખથી વધુ ભક્તો હાજર રહે તેવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, સુરત બાદ 29-30 મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર ભરાશે. જેમાં અંદાજિત 1 લાખથી વધુ લોકો આવવાની સંભાવના છે. પહેલી અને બીજી જૂને રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન કરાયું છે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો