ગુજરાતમાં ‘ટાઈગર ઝિંદા હૈ’ ફરી દેખાયા વાઘબાળ અને વાઘણના પગલા

મહિસાગરના જંગલમાં ફરી એક વખત વાઘણ અને વાઘ બાળના પગમાર્ક મળી આવ્યા છે. સ્થાનિકો રાતના સમયે વાઘની ત્રાડ સંભળાતી હોવાનો પણ દાવો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ 34 વર્ષ બાદ ગુજરાતના જંગલમાં વાઘ હોવાના પૂરાવાઓ મળી આવ્યો હતા. જોકે, વાઘના પૂરાવાઓ મળ્યાના 15 દિવસમાં જ વાઘનું મોત થતા વનવિભાગ વાઘને સાચવવા નિષ્ફળ નિવડ્યુ હતુ.

ત્યારે ફરી એક વખત મહિસાગરમાં વાઘણ અને બાળ વાઘના પગ માર્ક મળી આવ્યા છે. જેથી વન પ્રેમીઓની આશા ફરી જીવંત બની છે. સ્થાનિકોના મતે રાતે જંગલમાં વાઘણ અને બાળ વાઘની ત્રાડ સંભળાય છે. સ્થાનિકો વાઘનો પરિવાર હોવાનો દાવો કરતા રહ્યા છે. સ્થાનિકોએ દર્શાવેલી શક્યતા બાદ વનવિભાગે નાઈટ વિઝન કેમેરા ગોઠવીને તપાસ શરૂ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter