GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ટાઈગર શ્રોફ રિતિક સામે એ મશીન ગન ચલાવશે જેનાથી પૂરા એક શહેરનો ખાત્મો બોલાવી શકાય

ટાઈગર શ્રોફ અને ઋત્વિક રોશનની ફિલ્મ વૉરને લઈ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટિઝરમાં બંને સ્ટાર્સ બહુ જ સરસ એક્શન કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.

સિદ્ધાર્થ કહે છે કે આ ફિલ્મમાં એક્શન એ રીતે બતાવવામાં આવી છે જે દર્શકોએ ક્યારે પણ ન જોઈ હોય. અને ખાસ વાત તો એ છે કે ફિલ્મમાં ટાઈગર દુનિયાની સૌથી શક્તિશાળી મશીન ગનમાંથી એક ગેટલિંગ ચલાવતો જોવા મળશે. એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, એક સીન માટે અમે દુનિયાની સૌથી શક્તિશાળી મશીન ગન ગેટલિંગ મંગાવી અને ટાઈગર માટે એક્શન દ્દશ્યને કોરિયોગ્રાફ કર્યો.

આ એક એવો સીન છે જેમાં ટાઈગરને આ શક્તિશાળી હથિયાર સાથે શહેરને તહસ-મહસ કરતો બતાવવામાં આવશે. ગેટલિંગ રેપિડ ફાયર સ્પ્રિંગ લોડેડ છે અને તેને સારી રીતે હાથથી ચલાવી શકાય તેવું હથિયાર છે. આ આધુનિક મશીન ગન અને રોટરી તોપનું એક નવું રૂપ છે.

સિદ્ધાર્થ ટાઈગરને અસાધારણ હીરો માને છે. તેણે કહ્યું કે લોકોને કંઈક એવું બતાવવા માગે છે જે પહેલા ક્યારેય ન જોયું હોય. ફિલ્મમાં ટાઈગર અને ઋત્વિકને સામસામે બતાવવામાં આવ્યા છે, સાથે વાણી કપૂર પણ ફિલ્મમાં જોવા મળશે. વાણીએ પણ આ ફિલ્મની ભૂમિકામાં ફિટ બેસે તે માટે જબરદસ્ત મહેનત કરી છે. 2 ઓક્ટોબરના રોજ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

Read Also

Related posts

સંજય દત્તની તબીયત ઉપર બોલી માન્યતા, સંજુ ફાઈટર છે, આ સમય પણ ચાલ્યો જશે

Mansi Patel

બોલિવૂડમાંથી ગાયબ મહિમા ચૌધરી સામે આવી, આ ડાયરેકટર પર ગંભીર આરોપ લગાવ્યો

Mansi Patel

ટૂંક સમયમાં આવશે તૈમૂરનો ભાઈ કે બહેન, કરીના કપૂર ખાન છે ફરી પ્રેગનેન્ટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!