GSTV

ટાઈગરની બહેનના ચહેરાને લઈને ટ્રોલરે કરી આ કોમેન્ટ, ક્રિષ્નાએ વળતો પ્રહાર કરી ચૂપ કરી દીધો

બોલિવૂડના એકટર ટાઇગર શ્રોફની બહેન અને વીતેલા વર્ષોના સુપર સ્ટાર જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ કોઈને કોઈ કારણસર પ્રકાશમાં રહેતી હોય છે. તે અવારનવાર સમાચારમાં ચમકે છે તો સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. તે અવારનવાર તેની હોટ ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. થોડા સમય અગાઉ ક્રિષ્નાએ તેના બોયફ્રેન્ડ એબન સાથેના બ્રેકઅપની વાત પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા જ ફેન્સને જણાવી હતી. હવે ક્રિષ્નાએ એક ટ્રોલરને જડબાતોડ જવાબ આપીને ચૂપ કરી દીધો છે.

ક્રિષ્ના શ્રોફ

ટ્રોલર પોતે જ થઇ ગયો ટ્રોલ

ક્રિષ્ના કોઈ બોલિવૂડ એક્ટ્રેસ નથી પણ તેમ છતાં તેની સારી એવી ફેન ફોલોઇંગ છે. તેણે ઘણા લોકો ફોલો કરે છે.  આથી જ તેણે તાજેતરમાં જ એક ટ્રોલરને આકરો જવાબ આપ્યો અને કે વાયરલ થઈ ગયો.

ક્રિષ્નાએ શેર કરી હતી મિરર સેલ્ફી

હકીકત એમ છે કે ક્રિષ્નાએ તાજેતરમાં જ તેની એક મિરર સેલ્ફી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. હવે તેને ટ્રોલ કરવાના ઇરાદાથી એક યુઝરે લખ્યું હતું કે તમે તમારા ચહેરા સાથે કાંઈ કર્યું છે કે શું?  તમે અલગ જ દેખાઈ રહ્યા છો.

ટ્રોલરને આપ્યો જડબાતોડ જવાબ

આ કોમેન્ટ પર ક્રિષ્નાએ હસતા હસતા લખ્યું હતું કે દોસ્ત, દરેક લોકો વિચારી રહ્યા છે કે મેં કોસ્મેટિક સર્જરી દ્વારા કાંઇક કરાવ્યું છે. આ એક પ્રકારનો મેક અપ છે જેને હોઠ પર ઓવરલાઇનિંગ કહે છે.

ટ્રોલર

યુઝરની થઇ બોલતી બંધ

ક્રિષ્ના શ્રોફે આગળ લખ્યું કે તમે એવી મહિલાઓ સાથે રહો છો જે રાત્રે કાંઇક અલગ અને સવારે તમારી સાથે ઉઠ્યા બાદ અલગ જોવા મળતી હોય છે. આ જવાબ સાંભળીને યુઝરની બોલતી બંધ થઈ ગઈ. તેણે માત્ર એટલું જ લખ્યું કે શું જવાબ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!