GSTV
Home » News » ટાઈગર શ્રોફે પોતાને કહ્યો ગરીબોનો ઋતિક રોશન જાણો, શા માટે

ટાઈગર શ્રોફે પોતાને કહ્યો ગરીબોનો ઋતિક રોશન જાણો, શા માટે

બોલીવુડમાં છેલ્લા થોડા સમયથી ફિલ્મોના રીમેકની સાથે સાથે અલગ જોડીઓ બનાવવાનું પણ ચાલી રહ્યું છે. ક્યારેય ન જોઈ હોય તેવી જોડીઓને ડાયરેક્ટર્સ પડદા પર ઉતારી રહ્યાં છે. આ લિસ્ટમાં શામેલ થનાર આગળની જોડી ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની છે. ફિલ્મની દુનિયામાં ડાન્સના ફેન્સ માટે ટાઈગર અને ઋતિક એક ખાસ ગિફ્ટ લઈને આવી રહ્યાં છે. YRFની આગળની ફિલ્મમાં બોલિવુડના બે પ્રખ્યાત ડાન્સિંગ સ્ટાર ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ પહેલીવાર એકસાથે જોવા મળશે.

અત્યારે ફિલ્મનુ નામ નક્કી થયુ નથી પરંતુ ટાઈગર અને ઋતિક જલ્દી ફિલ્મ માટે એક ડાંસ-ઓફ શૂટ કરશે. ટાઈગરે જણાવ્યું કે તે પહેલાથી જ પરેશાન છે કારણકે તેને પોતાના હીરોનો સામનો કરવો પડશે. ટાઈગરે પોતાને ઋતિકથી ભયભીત હોવાનુ કહેતા જણાવ્યું કે મારી આગળની ફિલ્મ મારા માટે સૌથી મોટો પડકાર છે કારણકે આ ફિલ્મમાં હું મારા હીરોનો સામનો કરવાનો છું. એટલુ જ નહીં પરંતુ પોતાને ગરીબોનો ઋતિક જણાવી પોતાની તુલના કરી હતી.

વાતને આગળ વધારતા તેણે જણાવ્યું કે તેના માટે આ એક ગૌરવની વાત કે તે ઋતિક સાથે એક ફ્રેમમાં ઉભો રહેશે. તે આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. થોડા મહીનાઓ પહેલા, ટાઈગરે ઋતિકનું એક સોંગ દિવાના હે દેખો પર પોતાનો એક ડાન્સ વીડિયો બહાર પાડ્યો હતો અને સાથે લખ્યું હતુ કે ફેવ ફિલ્મ…. ફેવ સોન્ગ! # K3g @hrithikroshan @karanjohar. આ પહેલા પણ ઋતિક રોશનના જન્મ દિવસ પર ટાઈગરે કહો ના પ્યાર હે ના પ્રખ્યાત ગીત એક પલ કા જીના પર ડાન્સ વીડિયો બનાવીને તેને ટ્રિબ્યુટ આપ્યુ હતું.  

READ AlSO

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!