GSTV

VIDEO: ટાઈગર શ્રોફે આ અંદાજમાં આપી માઈકલ જેક્સનને શ્રદ્ધાંજલિ, રણવીરસિંહનાં આ ગીત પર કર્યો ડાન્સ

ફેમસ અમેરિકન સિંગર અને ડાન્સર માઈકલ જેક્સનના નિધનને આજે એક દાયકો પુરો થયો છે. તેણે 25 જૂન 2009માં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેની 10મી પુણ્યતિથીના અવસર પર બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રોફે તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

ટાઈગર માઈકલ જેક્સનનો ફેન છે તે દરેક લોકો જાણે છે. આજે માઈકલ જેક્સનની પુણ્યતિથીએ ટાઈગર શ્રોફે ડાન્સ સ્ટેપ્સ કરીને તેને શ્રદ્ધાંજલિ અર્પી છે. ટાઈગરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક  વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ફિલ્મ પદ્માવતના ગીત ખલીબલી પર ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.

આ વીડિયોને શેર કરતાં ટાઈગરે લખ્યુ છેકે, વિશ્વાસ નથી થતો કે 9 વર્ષ થઈ ગયા. મને વિશ્વાસ છેકે, ખિલજી પણ તમને એની ગાદી સોંપી દેતો. ઉલ્લેખનીય છેકે, ટાઈગર માઈકલ જેક્સનનો મોટો ફેન છે. તેણે આ વાત ઘણા ઈન્ટરવ્યૂમાં કહી છે. એક ઈન્ટરવ્યૂમાં ટાઈગરે માઈકલની બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેણે કહ્યુ હતુકે, માઈકલ જેક્સનનાં 1996ના કન્સર્ટમાં શું થઈ રહ્યુ છે તે હું સમજી  શક્યો ન હતો. તે સમયે હું બહુ જ નાનો હતો. તે સમયે હું 4 કે 5 વર્ષનો જ હતો. મે તેને ડાન્સ કરતાં જોયા અને હું આશ્વર્યમાં મુકાઈ ગયો હતો.

મને ખબર હતીકે, હુ તેમના જેવો જ બનવા માંગુ છુ, ઉલ્લેખનીય છેકે, ટાઈગર શ્રોફ પણ એક સારો ડાન્સર છે. તેની ગણતરી બોલીવુડના સારા ડાન્સર્સમાં થાય છે.

READ ALSO

Related posts

કરણ જૌહરનું નામ આપી દે તને બચાવી લઈશું, ક્ષિતિજ પ્રસાદના એનસીબી પર ગંભીર આક્ષેપો

Ankita Trada

ઉઈગર બાદ ઉત્સુલ મુસલમાનો હવે ચીનનો નવો ટાર્ગેટ : હિઝાબ પહેરવા પર મૂકી દીધો પ્રતિબંધ

Karan

VIDEO: ભારતીય મહિલાઓ પાસે દરેક સમસ્યાનો તોડ છે, હવે આ રીતે પીઠી લગાવવાનું ચલણ થઈ જાય તો પણ નવાઈ ન પામતા !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!