GSTV

જેકીનો પુત્ર ટાઈગર શ્રોફ બોલિવૂડમાં અસુક્ષિત મહેસૂસ કરે છે, જાણો કારણ…

Last Updated on May 25, 2019 by

ટાઈગર શ્રોફે બોલિવૂડમાં એક્શન હીરોની ઓળખ બનાવી છે. ટાઈગરે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની અક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ ટાઈગર માને છે કે, આ લાઈનમાં હંમેશાં લોકોને અસુરક્ષાની ભાવના લાગ્યા કરે છે. કેમકે વસ્તુ ક્યારે પણ બદલાઈ શકે છે.

બોલિવૂડમાં પાંચ વર્ષ પસાર કરી ચૂકેલો ટાઈગર એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે, એ વાત સાચી છે કે હું અસુરક્ષિત છું. એટલા માટે હંમેશાં મારે કોઈની પ્રશંસાની જરૂર પડે છે. હું કેવું કામ કરી રહ્યો છું? મારા પપ્પા તેને પસંદ કરે છે કે કેમ? શું મારા ફેન્સ મારા કામની પ્રશંસા કરશે? રિતિક રોશનની સાથે કામ કરતી વખતે મને લાગ્યું કે તે મારા કામથી પ્રભાવિત છે. તે મારા હીરો છે અને મને આશા છે કે હું તેમને નિરાશ નહીં કરું. ટાઈગરે 2014માં હીરોપંતીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

તેના પછી બાગી, અ ફ્લાઈંગ જટ્ટ, મુન્ના માઈકલ, બાગી-2, અને સ્ટુડન્ટ ઓફ ધ યર જેવી ફિલ્મો આપી હતી. આજકાલ નિર્દેશક અને એક્શન જોનરને એક્સપ્લોર કરવામાં આટલી આશા શા માટે રાખે છે? તેના જવાબમાં ટાઈગર કહે છે કે, કદાચ આજકાલ કલાકારોને થોડા અલગ પ્રકારની ફિલ્મો પસંદ આવે છે. જોકે નિર્દેશકો પણ 80-90ના દાયકાની તુલનામાં અલગ-અલગ ફિલ્મો બનાવા માટે પ્રેરિત થાય છે. હું મારી એક્શન ફિલ્મો દ્વારા વિશ્વ ભરમાં લોકોનું મનોરંજન કરવા માગું છું, એજ મારું લક્ષ્ય છે.

જ્યારે તેની પર્સનલ લાઈફમાં લોકો હંમેશાં નજર રાખે છે તે માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, તેનાથી મને કોઈ તકલીફ નથી. કારણ કે તેનું માનવું છે કે લોકો ત્યારે જ એવું કરે છે જ્યારે તમારાથી પ્રભાવિત હોય છે. તમે કોઈને કોઈ કારણથી તેમના મન પર છાપ છોડી હશે. ટાઈગર શ્રોફનું ફેન ફોલોઈંગ પણ સારું છે. ટ્વિટર પર 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે અને ઈન્સ્ટાગ્રામ પર 1.44 કરોડ ફોલોઅર્સ છે.

Read Also

Related posts

બોલીવુડ પર NCBનો સકંજો / ડ્રગ્સ ચેટમાં આર્યનની બહેન સુહાના ખાનનું પણ નામ સામેલ, અનેક સેલેબ્સ ભરાશે

Dhruv Brahmbhatt

મોટા સમાચાર/ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન બાદ ચંકી પાંડેની દિકરી ભરાઇ, અનન્યા પાંડેના ઘરે NCBના દરોડા

Bansari

BIG BREAKING: કિંગ ખાનના મન્નતમાં NCBની એન્ટ્રી, NCBનું ડ્રગ્સ કેસ મામલે મેગા ઓપરેશન શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!