GSTV
Home » News » VIDEO : ‘અરે વાઘ આવ્યો વાઘ….’ ખરેખર ગુજરાતના આ વિસ્તારમાં વાઘ દેખાયો

VIDEO : ‘અરે વાઘ આવ્યો વાઘ….’ ખરેખર ગુજરાતના આ વિસ્તારમાં વાઘ દેખાયો

રાજ્યભરમાં વર્ષોથી વાઘ નથી. પરંતુ પંચમહાલના શહેરા પાસે વાઘે દેખા દીધી હોવાની ચર્ચા છે. શહેરના પાનમ પાટીયા પાસે રસ્તાની એક તરફ વાઘ જોવા મળ્યો હતો. અને તેની તસવીર પણ ક્લીક કરી દેવામાં આવી હતી. સાંજના સયે વાઘે રસ્તાની પાસે ટહેલતો જોવા મળ્યો. મહીસાગર વનવિભાગની ટીમે આ અંગે નાઈટ વિઝન કેમેરા સાથે એક્સપર્ટને સાથે રાખી વાઘની અવરજવર સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરી હતી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં ગુગલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેરા ગત સાંજે પાંચથી છ વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યાં હતાં ત્યારે વાઘ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. એકદમ તેઓ વાઘને જોતાં ગભરાઈ ગયા હતા. તેમણે સાઇડમાં ગાડી ઊભી રાખી મોબાઈલ કેમેરામાં ફોટા પાડી લીધા હતા. અને હવે વનવિભાગ વાઘની શોધખોળ તેમજ વાઘના પૂરાવાઓ શોધી રહ્યા છે.

READ ALSO

Related posts

વન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન

Mayur

video: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક

Dharika Jansari

જો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!