GSTV

ટાઇગર શ્રોફ પણ નેપોટિઝમના વિવાદમાં, માતા આયેશાએ કહ્યું-મારી સફળતાથી બીજાને ઇર્ષ્યા થાય છે

Last Updated on August 11, 2020 by Bansari

નેપોટિઝમને લઇને બોલિવૂડમાં ઘણા વિવાદ ચાલી રહ્યા છે. આ એક મુદ્દાને કારણે ઇન્ડસ્ટ્રી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ એવા સેલિબ્રિટીઓ છે જે સ્ટાર કિડ્સ પર પ્રહારો કરી રહ્યા છે તો બીજી તરફ એક જૂથ એવું પણ છે જે નેપોટિઝમ વિશેની ચર્ચાને ખોટી ગણાવી રહ્યું છે. આ દરમિયાન હવે ટાઇગર શ્રોફની માતા આયેશા શ્રોફે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને મોટો મેસેજ આપ્યો છે.

View this post on Instagram

❤️❤️❤️ @tigerjackieshroff

A post shared by Ayesha Shroff (@ayeshashroff) on

સફળતા મેરી જલતે કોઈ ઔર હૈ

ટાઇગરને પણ નેપોટિઝમની ચર્ચામાં સંડોવવમાં આવ્યો છે. કારણકે તે એક સ્ટાર કિડ છે, તેથી તેને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. હવે ટાઇગરની માતાએ માત્ર તેમના પુત્રને જ ટેકો નથી આપ્યો પરંતુ કેટલીક લાઇનો દ્વારા મોટી મોટી વાતો પણ કહી છે. આયેશાએ ટાઇગરનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘સફળતા મેરી જલતે કોઈ ઔર હૈ, મહેનત મેરી થકતે કોઈ ઔર હૈ.’ આયેશાએ આ લાઈનો દ્વારા તે તમામ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે જે ટાઇગર પર નેપોટિઝમનો આરોપ લગાવી રહ્યા છે.

શું તમે આને નેપોટિઝમ કહેશો ?

આયેશાએ અનેક પ્રસંગો પર કહ્યું છે કે ટાઇગરે તેની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે. તાજેતરમાં અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર ટાઇગર અને તૈમૂરનો ફોટો શેર કરીને પૂછ્યું હતું – શું તમે આને નેપોટિઝમ કહેશો? આ પોસ્ટ પરથી અનુરાગ તેની વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ટાઇગરની માતાને તે ગમ્યું નહીં. અનુરાગની ટવિટ પર રીએક્ટ કરતા તેમણે લખ્યું – મારા બાળકને આ મામલામાં સાંકળશો નહીં. તે તેની મહેનતના કારણે અહીં સુધી પહોંચ્યો છે.

READ ALSO

Related posts

ક્રિપ્ટો કરન્સી બજારમાં મંદીનો તીવ્ર આંચકો, બિટકોઈન 5700 ડોલર તૂટયો બજાર પાંચ મહિનાના તળિયે

Damini Patel

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!