GSTV
Home » News » ગર્લફ્રેન્ડ દિશા સાથે ટાઈગરે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, આ રીતે આપ્યા પોઝ

ગર્લફ્રેન્ડ દિશા સાથે ટાઈગરે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, આ રીતે આપ્યા પોઝ

બૉલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ આજે 29 વર્ષના થયા છે. આ દરમ્યાન તેઓ ગર્લફ્રેન્ડ દિશા પટણીની સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા રેસ્ટોરન્ટ બાસ્ટિયનની બહાર સ્પૉટ થયા હતાં.

આ દરમ્યાન ટાઈગર સેન્ડોની સાથે બ્લૂ ડેનિમ જીન્સમાં ખૂબ કૂલ જોવા મળ્યાં. તો દિશા પિન્ક ટૉપ અને બ્લૂ જીન્સમાં હંમેશાની જેમ ફિટ અને ગ્લેમરસ અંદાજમં જોવા મળી. તસ્વીરોમાં દિશા અને ટાઈગર ખૂબ હસતા જોવા મળી રહ્યાં છે.

તસ્વીરોમાં ટાઈગર જાતે ડ્રાઈવ કરતા જોવા મળી રહ્યાં છે અને દિશા તેમની બાજુની સીટ પર બેસીને સ્માઈલ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે ટાઈગર અને દિશા 3 વર્ષથી રીલેશનશિપમાં છે. જોકે, તેમણે ક્યારેય પણ પોતાના સંબંધને સ્વીકાર્યો નથી.

View this post on Instagram

Turns out I’m taken. ??

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

પરંતુ વેલેન્ટાઈનના પ્રેમના પર્વ પર બંનેએ પોતાની રીલેશનશિપને સત્તાવાર જાહેર કરી દીધી. બંનેએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાની તસ્વીરો શેર કરી હતી. જેમાં બંને આંગળીમાં રિંગને કિસ કરતા જોવા મળ્યા હતાં. તો દિશા અને ટાઈગરના કેપ્શને વર્ણવી દીધુ હતુ કે તેમણે પોતાની રિલેશનશિપને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા ટૂંક સમયમાં સલમાન ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. તો ટાઈગર અનન્યા પાંડે અને તારા સુતરિયાની સાથે ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધ ઈયર 2’માં જોવા મળશે.

READ ALSO

Related posts

સીસીટીવીમાં જોવા મળેલો દિપડો ઠાર મરાયો, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ

Nilesh Jethva

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!