GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મધ્યપ્રદેશના બે પૂર્વ CM ઉપર સિંધિયાની ગર્જના, ટાઈગર અભી જિંદા હૈ

ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરૂવારે મધ્યપ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓ કમલનાથ અને દિગ્વિજયસિંહ ઉપર નિશાન સાધ્યું છે. તે બાદ સિંધિયાએ કહ્યું કે ટાઈગર અભી જિંદા હૈ. સિંધિયાના આ નિવેદન ઉપર તે સમયે સામે આવ્યો જ્યારે મધ્યપ્રદેશ સરકારના મંત્રીમંડળનું વિસ્તાર થયું છે અને 28 મંત્રીઓએ શપથ લીધી છે.

કમલનાથ કે દિગ્વિજયસિંહના કોઈ સર્ટીફિકેટની જરૂર નથી

પૂર્વ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે, મને કમલનાથ કે દિગ્વિજયસિંહનું કોઈ સર્ટીફિકેટ નથી જોઈતું. તેમણે 15 મહિનામાં રાજ્યને લુટ્યું છે. તેમણે બધું જ પોતાના માટે કર્યું ત્યારે હું તેમને કહેવા માંગુ છું કે, ટાઈગર અભી જિંદા હૈ. આ પહેલા મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ વિસ્તાર ઉપર સિંધિયાએ કહ્યું હતું કે, જે મંત્રીઓએ શપથ લીધી છે તે જનતા માટે કામ કરશે. શિવરાજસિંહ ચૌહાણના પહેલા 100 દિવસની સરકાર કોરોના સામે લડાઈ લડી રહી છે અને ખેડૂતો માટે કામ કરી રહી છે. અમે આવનારા ચાર વર્ષ સુધી આવી જ રીતે કામ કરતા રહીશું. માર્ચ મહિનામાં કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા સિંધિયાએ ભરોસો આપ્યો કે જે 12 મંત્રીઓએ ગુરૂવારે મંત્રી પદની શપથ લીધી છે તે તમામ પેટાચૂંટણી જીતશે.

સિંધિયા ગ્રુપના 12 નેતા બન્યા મંત્રી

ગુરૂવારે મંત્રીમંડળ વિસ્તારમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રુપના 12 નેતા મંત્રી બન્યાં છે. જેમાં સિંધિયા ગ્રુપના મહેન્દ્રસિંહ સિસોદીયા, પ્રભુ રામ ચૌધરી, પ્રધ્યુમનસિંહ તૌમર, ઈમરતી દેવી, રાજવર્ધનસિંહ, બૃજેન્દ્રસિંબ યાદવ, સુરેશ ધાકડ, ગિર્રાજ દંડોતિયા, ઓપીએસ ભદૌરિયા, હરદિપસિંહ ડંગ, બિસાહૂલાલસિંહ અને એંદલ સિંહ કસાનાને મંત્રી બનાવવામાં આવ્યાં છે.

Related posts

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana

મહેસાણામાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાના આરોપીને ATS એ દિલ્હીથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!