અહીં નવદંપત્તિને 3 દિવસ સુધી બાથરૂમમાં જવા દેવામાં આવતા નથી, રસપ્રદ છે કારણ

વિશ્વભરમાં લગ્ન દરમ્યાન અલગ-અલગ રીતિ-રીવાજોનું પાલન કરવામાં આવે છે. એક આવા રિવાજનો ઉલ્લેખ અમે આજે કરવા જઇ રહ્યાં છે, જેને જાણીને તમે હેરાન થઇ જશો. અમે અહીં વાત કરી રહ્યાં છે ઈન્ડોનેશિયાના ટીડૉન્ગ સમુદાય વિશે. જ્યાં લગ્નના બંધનમાં બંધાયા બાદ વરરાજા-નવવધુને ત્રણ દિવસો સુધી ટૉયલેટમાં જવાની પરવાનગી આપવામાં આવતી નથી. તમને સાંભળવામાં ભલે આ અજીબ લાગે, પરંતુ અહીં આ પરંપરાને લોકો ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

આ રીવાજ મુજબ, લગ્ન બાદ વરરાજા-દુલ્હન પર ત્રણ દિવસ સુધી ટૉયલેટમાં જવાનો પ્રતિબંધ હોય છે. કારણકે તેને અપશુકન માનવામાં આવે છે. સમુદાયના લોકોનુ માનવુ છે કે નવદંપત્તિને ખરાબ નજરથી બચાવવા માટે આ પ્રકારનો રિવાજ છે. જેના માટે વરરાજા-નવવધુને ઓછુ ખાવાનુ આપવામાં આવે છે અને આ દરમ્યાન તેમને પાણી પણ ઓછુ આપવામાં આવે છે.

લોકોનું માનવુ છે કે બાથરૂમમાં લોકો પોતાના શરીરની ગંદકીને બહાર કાઢે છે અને એવામાં નવદંપત્તિ આ બાથરૂમનો ઉપયોગ કરે છે તો અહીંની નકારાત્મક શક્તિઓ દંપત્તિની અંદર ઘુસીને તેમને નુકસાન પહોંચાડે છે. જેને કારણે વહેલા-મોડા સંબંધોમાં ખટાસ આવી શકે છે અને અમૂક વખત તો લગ્ન તૂટવાની સમસ્યા પણ થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter