GSTV
Home » News » તીડના તાંડવથી ખેડૂતો ત્રાહીમામ, તંત્રની લાચારી સામે ગણતરીની મિનિટોમાં પાક ચોપટ

તીડના તાંડવથી ખેડૂતો ત્રાહીમામ, તંત્રની લાચારી સામે ગણતરીની મિનિટોમાં પાક ચોપટ

બનાસકાંઠા જિલ્લામાં તીડો રીતસરની તબાહી મચાવી રહ્યા છે. ખેડૂતોના ઉભા પાકને ગણતરીની મિનિટોમાં ચોપટ કરી દેતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી માઈગ્રેટ થઈને આવેલા તીડ ડીસા તાલુકામાં પહોંચી ગયા હતા અને ડીસા તાલુકાના ભાચલવા, વિઠોદર, કુચાસન, બાઈવાડા સહિતના આસપાસના ગામોમાં તીડોએ ઉભાપાકને ચોપટ કરી દીધો છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે તીડોનુ ખેતરોમાં થઈ રહેલું આક્રમણ સહુથી મહત્વનો પ્રશ્ન છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તીડોના આ આક્રમણથી ભયભીત છે. અને રીતસરના ભયથી કાંપતા નજરે પડી રહ્યા છે. કારણ કે તીડો જે ખેતર પર આક્રમણ કરે છે તે આખેઆખા ખેતરને ગણતરીની મિનિટોમાં ચટ કરી નાખે છે. જેને પગલે ખેડૂતો તેમના ખેતરમાં તીડોનું આક્રમણ થાય તે પહેલાં જ તીડોને ભગાડવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. ડીસા તાલુકામાં ગુરુવારે સાંજે તીડોનુ એક વધુ ઝુંડ ભાચલવા ગામ રાતવાસો કરવા આવ્યું હતું.

તીડોના ઝુંડના આગમનના સમાચારથી ભાચલવા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતોમાં ભય ફેલાઈ ગયો હતો અને વહેલી સવારથી જ ખેડૂતો તેમના પાકની રક્ષા કરવા માટે હાથ તગારા લઈ તેમના ખેતરોમાં પહોંચી ગયા હતા. સવારના નવ વાગ્યાની આસપાસ તીડોએ ખેતરો પર આક્રમણ કરવાની શરૃઆત કરી તે પહેલા જ ખેડૂતોએ તેમના ખેતરમાં ધુમાડા કરવા સાથે તગારા વગાડવા માંડી ગયા હતા. પરંતુ તીડોના આ આક્રમણ આગળ ખેડૂતોની તમામ જહેમત નિષ્ફળ સાબિત થઈ હતી. અને તીડોએ ઉભા પાક પર આક્રમણ કરી દેતાં ખેડૂતોની નજર સામે જ ગણતરીની મિનિટોમાં તીડો પાકને ચટ કરી ગયા હતા. ખેતરોમાં માત્ર તીડો જ જોવા મળી રહ્યા હતા. અને ખેડૂતોના ચહેરા માયુષ જોવા મળ્યા હતા.

જ્યારે તીડોના આક્રમણથી ખેડૂતોની નજર સમક્ષ જ તેમને પોતાના પરસેવાનુ સિંચન કરીને જે પાક તૈયાર કર્યો હતો અને આ પાક ખેડૂતોને ભુતકાળમાં થયેલા નુકશાનની ભરપાઈ કરી દેશે તેવી ખેડૂતોને પણ આશા હતી. જે ખેડૂતો તેમના ઉભા પાકને જોઈ હરખાતા હતા તે જ ખેડૂતોની જનર સામે તીડોએ પાકને ગણતરીની મિનિટમાં તબાહ કરી દીધો અને ખેડૂતો મજબૂર બનીને તેમની આ બરબાદીના દ્રશ્યો જોતા જ રહી ગયા હતા. તીડોના આક્રમણ બાદ ગણતરીની મિનિટોમાં ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. જે ખેડૂતો એક કલાક પહેલા તેમના ઉભા પાક જોઈને હરખાતા હતા તે જ ખેડૂતો ઉભો પાક ચોપટ થઈ જતા લાચાર બની ગયા હતા. ડીસા તાલુકાના ખેડૂતોને તીડોના આક્રમણથી ખૂબ મોટું નુકસાન થયું છે અને તીડોથી ડીસા તાલુકાના ખેડૂતોને થયેલા નુકશાન અંગે નિરીક્ષણ કરવા પહોંચેલા ડીસા તાલુકા પંચાયતના પ્રમુખે અત્યારે તો ખેડૂતોની મદદે સરકાર રહેશે તેવુ આશ્વાસન આપતા ખેડૂતોને રાહત થઈ છે. પરંતુ સરકાર દ્વારા આ ખેડૂતોને જો હવે સહાય નહી ચુકવાય તો ખેડૂતોને મરવાનો વારો આવે તો નવાઈ નહી.

છીંડીવાડી, સીલાસણા, વાલેર ગામે તીડોના ટોળા સામે તંત્ર લાચાર

ધાનેરા પંથકમાં ફરીથી તીડોએ ધાનેરા, છીંડીવાડી, સીલાસણા, વાલેર ગામના ખેતરોમાં ઘણુ નુકસાન થવા પામેલ છે. ખેડૂતોના પરીવારો થાળી, ધુમાડો કરી તીડ ભગાડવા પ્રયત્ન કરી રહ્યા છે. છતાં તીડ દ્વારા ખેડૂતોના ખેતરોમાં રાયડા, ઈસબગુલ, એરંડાના પાકને સાફ કરી નાખતા ખેડૂતોને અગાઉ હીમવર્ષાથી નુકસાન થયું હતું. ૨૦૧૭માં પાણીના પુરથી નુકસાન થયું હતું. હવે તીડોનુ આક્રમણ થતાં ખેડૂત લાચાર જણાય છે. રમેશભાઈ પુરોહિતે જણાવેલ કે રાજ્ય સરકાર કોઈ નક્કર આયોજનથી તીડોનો નાશ કરે તો જ નિયંત્રણ આવી શકે તેમ છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!