GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ગુજરાતનો તીડથી છૂટકારો : સરકારે કરી આ મોટી જાહેરાત, તીડ સાંચોર થયા રવાના

છેલ્લા ઘણા દિવસોથી તીડનો આતંક સહન કરી રહેલા બનાસકાંઠા પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે બનાસકાંઠામાં તીડનો આંતક પૂર્ણ થયો હોવાનું જણાવ્યું છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે હવે તીડના ત્રાસમાંથી ખેડૂતોને મુક્તિ મળી છે. તીડને નાથવા માટે બનાવાયેલી વિશેષ ટીમોએ 5 હજાર હેક્ટરમાં દવાનો છંટકાવ કર્યો. જેના કારણે તીડ હવે સાંચોર તરફ રવાના થયા હોવાનું પૂનમચંદ પરમારે જણાવ્યું. તેમણે કહ્યું કે હવે બનાસકાંઠામાં તીડની હાજરી નગણ્ય છે. ફક્ત ધાનેરા પંથકની આસપાસ બહુ ઓછી સંખ્યામાં તીડ છે. તેમણે કહ્યું કે છેલ્લા 3 દિવસમાં ખૂબ મોટી સંખ્યામાં તીડનો નાશ કરાયો છે. સાથે જ તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે સરકાર દ્વારા હવે તીડથી થયેલી નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવશે અને નિયમ મુજબ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.

કરોડોની સંખ્યામાં ત્રાટક્યા હતા

સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨૦ દિવસથી તીડોએ આક્રમણ કર્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના ૧૨૪ ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. સરકાર સતત કામગીરી કરી રહી છે. પરંતુ કરોડોની સંખ્યામાં આવેલ તીડને રોકવા મોટી મુશ્કેલી દેખાઈ રહી છે. જેને લઈને ખેડૂતોને માથે હાથ દઈ રાત્રી ઉજાગરા કરી રોવાનો વારો આવે છે. પણ હાલ સ્થિતિ કાબૂમાં હોવાની પૂનમચંદ પરમારે કરેલી જાહેરાત બાદ ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો છે.

ડ્રોન લગાવાયા હતા કામે

બનાસકાંઠા જિલ્લામાં ત્રાટકેલા તીડનો ફેલાવો ઘટવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યો છે અને તીડના ઝુંડે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાંખો ફેલાવતા ખેડૂતોની ઉંઘ હરામ થઈ જવા પામી છે. જોકે હજારો હેક્ટર જમીનમાં કરાયેલ વાવેતરનો સફાયો તીડ હવે પવનની દિશા બદલાવાના કારણે થરાદ વિસ્તારમાંથી રાજસ્થાન તરફ ફંટાવાની તંત્ર દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે વચ્ચે વચ્ચે તિડોએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ૧૭ તાલુકાના ૧૨૪ ગામોને ભરડામાં લેતા તેમજ બનાસકાંઠા વધુ ત્રણ જેસોર અભયારણ્ય, ધાનેરા અને ડીસા પંથકમાં પડાવ નાખતા તંત્ર વિમાસણમાં મુકાઈ જવા પામ્યું છે ત્યારે જિલ્લામાં તીડ પ્રકોપથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારની ૧૦૦ ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર ટીમો અને કેન્દ્ર સરકારની ૧૬ ટીમો મળી કુલ ૧૧૬ ટીમો અને ડ્રોનના પ્રયોગ દ્વારા તીડ નિયંત્રણ કામગીરીમાં મોટી સંખ્યામાં તીડનો નાશ કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

20 દિવસ પહેલા જોતજોતામાં પાકનો બોલાવ્યો સોથ

બનાસકાંઠાના નડાબેટ બોર્ડર નજીક ૨૦ દિવસ અગાઉ તીડના ઝુંડ દેખાયું હતું. અને જોતજોતામાં રણતીડે સમગ્ર જિલ્લામાં પ્રકોપ વર્તાવીને હજારો હેક્ટર જમીનમાં વાવેલ પાકનો સફાયો બોલાવી દેતા જગતના ત્તાત કફોડી હાલતમાં મુકાઈ જવા પામ્યા છે. ત્યારે મોડેમોડે તીડ નિયંત્રણની કામગીરીમાં જોતરાયેલ તંત્ર દ્વારા લોકભાગીદારીથી તીડ પણ દ્વિધામાં મુકાઈ જવા પામી છે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના પ્રશાસને છેલ્લા બે દિવસથી અસરગ્રસ્ત વિસ્તારમાં ધામા નાખી વિચાર વિમર્શ કરી તીડ નિયંત્રણની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી.

તીડગ્રસ્ત તાલુકાઓ

બનાસકાંઠાના ૧૩ તાલુકાના ૧૧૪ ગામો, મહેસાણાના ૧ તાલુકાના ૫ ગામો, પાટણના ૨ તાલુકાના ૪ ગામો, સાબરકાંઠાના ૧ તાલુકાના ૧ ગામ મળી કુલ ચાર જિલ્લાના ૧૭ તાલુકાના ૧૨૪ ગામોમાં તીડની હાજરી જોવા મળી છે. જેને લઈ તીડના લોકેશન ટ્રેક કરી તીડ નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ હતી.

READ ALSO

Related posts

અમદાવાદમાં હવામાન પલટાયું : શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Harshad Patel

ગુજરાતમાં રૂપાણી સરકારને કોરોનામાં મળી મોટી સફળતા, વધતા કેસ વચ્ચે હવે માત્ર 31 ટકા કેસ એક્ટિવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!