GSTV
Gandhinagar Trending ગુજરાત

પીએમની ચોટદાર કોમેન્ટ છતાં નેતાઓને બત્તી ન થઈ, મોદીનો સીધો ઈશારો નેતાઓની ટીકિટ કપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનમાં ક્યારેક સૂચક અને માર્મિક ટકોર કરતા હોય છે સમજનારા સ્પષ્ટ મેસેજ મેળવી લે છે અનેન સમજે તો એનું નસીબ.. શુક્રવારે કમલમ ખાતે ભાજપના નેતાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણી પાસે વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે હવે માત્ર ૪૦ સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારબાદ સહેજ પોઝ લઈને કહ્યું કે આ સમયગાળામાંથી પણ બે સપ્તાહનો સમય તો માત્ર આંસુ લૂછવામાં જતો રહેશે.

ટયુબ લાઈટ કેમ મોડી થાય છે

વડાપ્રધાનની આ ટિપ્પણીથી પહેલી હરોળમાં બેઠેલા નેતાઓ પૈકી મોટાભાગના હસી પડયા અને થોડી ક્ષણો પછી સમગ્ર હોલમાં હાસ્યના ઠહાકા લાગ્યા. વડાપ્રધાને હસતા હસતા પૂછયું કે ટયુબ લાઈટ કેમ મોડી થાય છે હકીકતમાં પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક સિનિયર નેતાઓ, ભૂતપૂર્વ મંત્રીઓની ટીકીટ કપાય તો નવાઈ પામતા નહીં..ટૂંકમાં ધરમૂળથી ખાસ્સા ફેરફારો આવશે અને સૌએ એ સ્વીકારવાની તૈયારી રાખવી પડશે.

દુઃખી નેતાઓને મનાવવામાં કદાચ બે સપ્તાહનો સમય લાગશે

આ સંદર્ભમાં દુઃખી નેતાઓને મનાવવામાં કદાચ બે સપ્તાહનો સમય લાગશે એમ વડાપ્રધાને માર્મિક અને સૂચક રીતે કહ્યું અને એવો ઈશારો પણ કર્યો હતો કે કોઇ ગોડફાધરની મહેરબાનીથી ટિકિટ નહીં મળે માત્રને માત્ર મેરીટના આધારે ટિકિટ મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV