તિબેટ સંદર્ભે અમેરિકાની સંસદમાંથી મંજૂર થયેલા એક બિલને કારણે ચીન ભડક્યું

તિબેટ સંદર્ભે અમેરિકાની સંસદમાંથી મંજૂર થયેલા એક બિલને કારણે ચીન ભડક્યું છે. ચીને આની સામે આકરો વાંધો વ્યક્ત કરતા કહ્યું છેકે અમેરિકાના પગલા તથ્યોની અવગણના અને ચીનના આંતરીક મામલામાં હસ્તક્ષેપ છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન પણ છે. અમેરિકા આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપે નહીં. અમેરિકાના નાગરિકો, અધિકારીઓ અને પત્રકારોને તિબેટ જવાની મંજૂરી નહીં આપનારા ચીનના અધિકારીઓના વીઝા પર પ્રતિબંધ લગાવવાનો ખરડામાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

આ ખરડો અમેરિકાની સંસદના ઉપલા ગૃહ સેનેટમાં પારીત કરવામાં આવ્યો છે. આ ખરડા પર અમેરિકાની સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિસભામાં સપ્ટેમ્બરમાં જ મંજૂર કરવામાં આવ્યો હતો. બિલ પર હજી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થવાના બાકી છે. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આ ખરડો અમેરિકામાં કાયદો બની જશે. અમેરિકાની સંસદમાં સર્વસંમતિથી પારીત કરવામાં આવેલા ધ રેસિપ્રોકલ એક્સેસ ટૂ તિબેટ એક્ટ બિલમાં અમેરિકાના નાગરિકો, પત્રકારો અને અધિકારીઓના તિબેટમાં નિર્બાધ આવાગમનની માગણી કરવામાં આવી છે.

આ બિલ એવા સમયે મંજૂર કરવામાં આવ્યું છ કે જ્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર અને ચીન વચ્ચે કારોબારી તણાવનો તબક્કો ચાલી રહ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ છે કે સામાન્ય રીતે અરજી કરીને વિદેશી તિબેટની મુલાકાતે જઈ શકે છે. 2015થી અત્યાર સુધીમાં અમેરિકાના સાંસદો અને કારોબારીઓ સહીત 40 હજાર અમેરિકન નાગરિકો તિબેટની મુલાકાત લઈ ચુક્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter