ભાજપના રાજમાં ચારેકોર બુલડોઝર ફરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેને સામો પડકાર ફેંક્યો છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ મૂક્યો છે કે દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ઘર અને ઑફિસ બંને જગ્યાએ ગેરકાયદે દબાણ કર્યું છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશન તેમના ઘર પર બુલડોઝર નહીં ચલાવે તો અમે ચલાવી દઈશું.

આમ આદમી પાર્ટીના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યું, બીજેપી નેતા આદેશ ગુપ્તાએ તેના ઘર અને ઑફિસ બંને જગ્યાએ જમીન દબાવી છે. તેની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. જો તેમના ઘર અને ઑફિસ તોડવામાં નહીં આવે તો અમે કાલે સવારે 11.00 વાગ્યે બુલડોઝર લઈને તેમના ઘરે જઈશું અને ગેરકાયદે દબાણ તોડી પાડીશું.

તેમણે કહ્યું, ભાજપના નેતાઓએ આખું દિલ્હી માથે લીધું છે. ગરીબોના વિસ્તારો તથા ગેરકાયદે કોલોનીઓમાં તેઓ બુલડોઝરથી મકાન તોડી પાડવાની ભીતિ બતાવી રૂ.5 લાખથી 10 લાખ વસૂલી રહ્યા છે. ગરીબોના આવાસ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ જેમની મિલિ ભગતથી ગેરકાયદે આવાસ ઊભા કરવામાં આવ્યાં છે તેવા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને નેતાઓના ઘર પર એક પણ બુલડોઝર ચાલ્યું નથી. આ અન્યાય છે.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ