GSTV
Home » News » દક્ષિણના સુપરસ્ટારના GST વિભાગે સીલ કરી દીધા બેન્ક એકાઉન્ટ, કરી હતી આ ભૂલ

દક્ષિણના સુપરસ્ટારના GST વિભાગે સીલ કરી દીધા બેન્ક એકાઉન્ટ, કરી હતી આ ભૂલ

બધાનાં મોઢે તમે એવું સાંભળ્યું હશે કે માત્ર ફિલ્મોમાં આ બધી વસ્તુ સારી લાગે છે. એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. વાત છે સ્ટાર મહેશ બાબુની. મહેશ બાબુ પાસેથી બાકી નીકળતા ટેક્સ, પેનલ્ટી તથા તેનું વ્યાજ એમ કુલ મળીને 73.5 લાખ રૂપિયા લેણાનાં નીકળે છે. આ નાણાંની રિકવરી માટે GST વિભાગે ગુરુવારે મહેશ બાબુનાં ICICI અને એક્સિસ બેન્કનાં અેકાઉન્ટ સીલ કરી દીધાં.

મહેશ બાબુના એક્સિસ બેન્કના ખાતામાંથી વિભાગે 42 લાખ રૂપિયા રિકવર કરી લીધા. નિયમ પ્રમાણે બેન્ક પણ જો આ રિકવરીમાં સરકારને સહયોગ નહીં આપે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ફાઈનાન્સ એક્ટ 1994ની કલમ 74 અંતર્ગત આ પ્રકારના કેસોમાં બેન્કોએ ચૂકવણી કરવાની રહે છે.

બેન્ક અકાઉન્ટ્સનો ઉપયોગ નહીં કરી શકે

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહેશ બાબુને કોઈપણ એપેલેટ ઓથોરિટી પાસેથી કોઈ જ પ્રકારની રાહત મળી શકી નહોતી. જ્યાં સુધી એ પોતાના પર લેણી નીકળતી તમામ રકમનું ચૂકવણું નહીં કરે ત્યાં સુધી એ પોતાનાં બેન્ક અકાઉન્ટ્સનો ઉપયોગ નહીં કરી શકે.

જાહેરખબરોથી થયેલી આવક પર મહેશ બાબુએ ટેક્સ નથી ભર્યો

 તેલુગુ ફિલ્મોના અભિનેતા મહેશ બાબુ (43) પર છેલ્લા એક દાયકા જૂના નાણાકીય વર્ષ 2007-08ના 18.5 લાખ રૂપિયાના સર્વિસ ટેક્સની ઉધારી બોલતી હતી. આ કારણોસર ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ’ (GST ડિપાર્ટમેન્ટ)એ એનાં બે બેન્ક અકાઉન્ટ સીલ કરી દીધાં છે. હૈદરાબાદ GST કમિશ્નરેટે ગુરુવારે આ વાતની માહિતી આપી છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરખબરોથી થયેલી આવક પર મહેશ બાબુએ ટેક્સ ભરવાનો હતો, જે એણે ભર્યો નહોતો.

READ ALSO

Related posts

પાકિસ્તાનને બીજો એક મોટો ઝાટકો, ટ્વિટરે ભર્યું આ મોટુ પગલું

Kaushik Bavishi

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, રાજ્યના આ શહેરમાં વોટ્સ એપ થયા હેક

Nilesh Jethva

ગૃહપ્રધાન અમિત શાહે અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને અંતિમ પ્રકાશનથી સંબંધિત મુદ્દે સમીક્ષા કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!