GSTV
Home » News » વાવાઝોડું તિતલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા બાદ પશ્ચિમ બંગાળ તરફ વધ્યું આગળ

વાવાઝોડું તિતલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા બાદ પશ્ચિમ બંગાળ તરફ વધ્યું આગળ

સમુદ્રી વાવાઝોડું તિતલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના સમુદ્ર કિનારાને ધમરોળીને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું છે. ઓડિશાના ગોપાલપુરમાં આવેલા આ વાવાઝોડાની ઝપટમાં આવીને માછીમારોથી ભરેલી એક બોટ ડૂબી ગઇ. આ બોટમાં પાંચ માછીમારો હતા. જેમને બચાવી લેવાયા. જો કે આંધ્રપ્રદેશમાં આ વાવાઝોડું જીવલેણ સાબિત થયું.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં બે મહિલાઓ સહિત કુલ સાત લોકોના વાવાઝોડાના કારણે મોત નિપજ્યા. ઓડિશાના હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી તોફાની પવન માટે ચેતવણી આપી છે. સતર્કતાના ભાગરૂપે ઓડિશાના સમુદ્ર કિનારા વિસ્તારમાંથી આશરે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તિતલી વાવાઝોડું ઓડિશાના ગોપાલપુરથી 86 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં લેન્ડફોલ થયું. ભારે પવનના કારણે આ વિસ્તારમાં વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

 

 

 

Related posts

મેટ્રો-આરે ટ્વિટ વિવાદ: આરે બચાવો સમર્થકોએ અમિતાભ બચ્ચનનાં બંગલા સામે વિરોધ પ્રદર્શન કર્યુ

Riyaz Parmar

મંદીમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં તેજીનો તોખાર, 200 ટકાનો ફાયદો થયો ભારતને

Riyaz Parmar

સંત અને મૌન એવા મનમોહનસિંહ પણ પાકિસ્તાનને ચટાડવા માગતા હતા ધૂળ, યુદ્ધનો લીધો હતો નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!