GSTV
Home » News » ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વરસી આફત: વીજળી પડવાથી 35 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વરસી આફત: વીજળી પડવાથી 35 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશમાં રવિવારે અનેક જિલ્લામાં તોફાની વરસાદ વરસ્યો. આ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં આકાશી વીજળી પડતાં 20 લોકો મોતન ભેટ્યા. જેમાં કાનપુરના ઘાટમપુરમાં આકાશી વીજળી પડતાં 8 લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રવર્તી ગયો. જ્યારે કે હમીરપુરના કુરારા બ્લોકમાં વીજળી પડવાથી ત્રણ લોકો મોત નિપજ્યા. આ ઉપરાંત વીજળીએ 16 જેટલા પશુઓનો પણ ભોગ લીધો. ફતેહપુરના હુસૈનગંજમાં વીજળી પડવાથી બે લોકો મોતને ભેટ્યા. જ્યારે કે બે લોકો દાઝી ગયા.. આ તરફ ચિત્રકૂટમાં વીજળી પડવાથી એક બાળકનું મોત થયું. જ્યારે કે તેના પિતા દાઝી ગયા.

UPમાં આસમાની આફતને કારણે 35 લોકોનાં મોત થયાની માહિતી મળી રહિ છે. આકાશમાંથી વિજળી પડવાને કારણે કાનપુરમાં7, ઝાંસીમાં 5, હમીરપુરમાં 3, ફતેહપુરમાં 7, રાયબરેલીમાં 2, ચિત્રકૂટમાં 1 અને જાલૌનમાં 4 લોકોનાં મોત થયાનાં સમાચાર મળી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા કલેક્ટરોને હુકમ આપ્યા છે કે પ્રત્યેક મૃતકોનાં પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપાવમાં આવે, તેમજ ઘાયલોને સારી હોસ્પિટલ સુવિધા મળે તેની સુવિધા કરવામાં આવે.

આ પહેલા પણ આકાશમાંથી વિજળી પડવાને કારણે અનેક લોકોનાં મોત થયાનાં સમાચાર મળ્યા હતાં. આ પહેલા 24 અને 25 જૂને આકાશી વિજળી પડવાને કારણે 17 લોકોનાં મોત થયા હતાં. દેશમાં કોઇ પણ પ્રાકૃતિક આપદાને કારણે વધારે મોત વિજળી પડવાને કારણે થઇ છે.2010થી લઇને 2018 સુધી 22,027લોકોનાં મોત વિજળી પડવાને કારણે થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ 2447 લોકોનાં મોત વિજળી પડવાને કારણે થયા છે.

ક્લાયમેન્ટ રિજીલીએન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ પ્રમોશન કાઉન્સિલનાં ચેરમેન કર્નલ સંજય શ્રીવાસ્તવે જણાંવ્યુ કે, 2018માં 3000 કરતા વધારે લોકોનાં મોત વિજળી પડવાને કારણે થયા છા. છેલ્લા 3 વર્ષમાં વિજળી પડવાને કારણે થયેલા મોતનાં આંકડામાં 1000 જેટલો માતબર વધારો થયો છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!