GSTV
Home » News » ભીષણ ગરમીની વચ્ચે રાહતનાં સમાચાર, NCR સહિત આ વિસ્તારોમાં તેજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના

ભીષણ ગરમીની વચ્ચે રાહતનાં સમાચાર, NCR સહિત આ વિસ્તારોમાં તેજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના

ઉત્તર ભારત આગની ભઠ્ઠી બનેલું છે. રાજસ્થાનનાં ચુરૂમાં તો પારો સતત 50ની આસપાસ જ રહે છે. ગરમીથી જનજીવન પ્રભાવિત થઈ ગયુ છે. ત્યારે લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોસમ વિભાગે જણાવ્યુ છેકે, મોનસૂન કેરળની નજીક પહોંચી ગયુ છે. પરંતુ 8 જૂને તેની પુષ્ટિ કરાશે. તેની પહેલા 6 જૂન સુધી ચોમાસુ પહોંચવાનું અનુમાન હતુ.

ચોમાસુ પહોંચવામાં મોડું થવાને કારણે ઉત્તર ભારતમાં પરેશાની વધી ગઈ છે. ત્યારે મોસમ વિભાગે તેના તાજા અનુમાનમાં NCR સહિત ઉત્તર ભારતના કેટલાંક જીલ્લાઓમાં આગામી થોડા કલાકોમાં તેજ વાવાઝોડુ અને વરસાદની સંભાવના છે. લગભગ આખુ ઉત્તર ભારત ગરમીથી બેહાલ છે. ત્યારે મોસમ વિભાગની આગાહીથી લોકોને તત્કાલ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે.

મોસમ વિભાગ અનુસાર, કરનાલ, કુરૂક્ષેત્ર, ગન્નોર, પાણીપત, શામલી, યમુનાનગર, અલીગઢ, દહેરાદૂન, રૂડકી અને હાથરસમાં વરસાદ થવાની સંભાવના છે. મોસમ વિભાગ મુજબ આ વિસ્તારમાં કલાકદીઠ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ચાલી શકે છે. અને વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.

કેરળની નજીક પહોંચ્યુ ચોમાસુ

મોસમ વિભાગ મુજબ, મોનસૂન કેરળની નજીક પહોંચી ગયુ છે. અહીં 9 જૂન સુધીમાં વરસાદ થઈ શકે છે. મુંબઈમાં 15 જૂને વરસાદ થવાની સંભાવના છે. જ્યારે મધ્ય અને ઉત્તર ભારતમાં ચોમાસુ થોડું મોડું શરૂ થઈ શકે છે. મધ્યભારતમાં ચોમાસુ પહોંચવામાં પાંચથી દસ દિવસ લાગી શકે છે. સાથે જ જૂનમાં ચોમાસું અનુમાન કરતાં ઓછુ રહી શકે છે.

READ ALSO

Related posts

‘મા’ કાર્ડની મજાક ઉડાવતી અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલો

Path Shah

બિહારનાં લોકો પૂરગ્રસ્ત છે ત્યારે સુપર-30 ફિલ્મ જોવા અંગે બિહારનાં Dy.CM સુશીલ મોદીએ આપ્યો આ જવાબ

Riyaz Parmar

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!