GSTV

હાર્ટ ચેકઅપ / ઘરે બેસી અંગૂઠાથી જાણો હ્રદયની સૌથી ખતરનાક બિમારી, વિલંબ થયું તો બચવું મુશ્કેલ

Last Updated on September 14, 2021 by Bansari

સ્વસ્થ શરીર સૌથી મોટુ સુખ છે, તેમા કોઈ શંકા નથી, પરંતુ આજના સમયમાં સ્વસ્થ રહેવા માટે ખાણી-પીણી અને દિનચર્યા પર ધ્યાન આપવાની સાથે જ સમય રહેતા સમસ્યાને ઓળખી લેવું પણ એટલું જ જરૂરી છે. તેથી સ્વાસ્થ્ય સમસ્યાઓને ડાયગ્નોસ કરવા માટે ઘણી તકનીક વિકસિત થઈ રહી છે. વ્યસ્ત જીવનમાં હ્રદય જેવી સંવેદનશીલ અંગની તપાસ સમયાંતરે કરાવવી જોઇએ. જો તમે તપાસ કરાવવા માટે લેબ અથવા ડોક્ટર પાસે નથી જઇ રહ્યા તો ઘરે જ સરળતાથી હાર્ટની હેલ્થ ચેક કરી શકો છો.

નાઈટ શિફ્ટ

અંગૂઠો હ્રદયની સ્થિતિ જણાવશે

હૃદયની તંદુરસ્તી માટે એક સરળ અંગૂઠા ટેસ્ટ કરવો પડશે, જે તમે તમારા ઘરે ખૂબ જ આરામથી કરી શકો છો. તેના દ્વારા તમે જાણી શકો છો કે શું તમારું હૃદય જોખમમાં છે? તેના માટે માત્ર તમારે તમારા અંગૂઠાને વાળવાની જરૂર પડશે. તેના દ્વારા તમે છુપાયેલા આર્ટિક એન્યુરિઝમ શોધી શકો છો. જો તમારો અંગૂઠો વળેલો હોય અને હથેળીની મધ્ય સુધી રહે તો તમારું હૃદય સ્વસ્થ છે, પરંતુ જો અંગૂઠો વડીને હાથના કિનારા સુધી પહોંચે તો હૃદયને જોખમ છે. સંશોધકોએ 305 લોકો પર આ પદ્ધતિનું પરીક્ષણ કર્યું અને અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં તેમના તારણો પ્રકાશિત કર્યા.

સમય રહેતા જાણ નહીં તાય તો બ્લડિંગનું જોખમ

જો આ સમસ્યાને વહેલી તકે શોધી ન શકાય, તો Aortaની સોજો જીવલેણ બની શકે છે. હકીકતમાં Hidden Aortic Aneurysmના સામાન્ય રીતે કોઈ લક્ષણો હોતા નથી, તે માત્ર સ્ક્રિનિંગ દ્વારા શોધી શકાય છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં વિલંબ થઈ જાય છે અને બલ્જ એટલું મોટું થઈ જાય છે કે ધમનીઓ ફાટવા લાગે છે. જેના કારણે શરીરની અંદર બ્લડિંગ થઈ શકે છે અને બ્લડિંગના કારણે મૃત્યુ થઈ શકે છે. આવા કિસ્સામાં 10માંથી 8 લોકો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામે છે. સર્જરી પણ તેમને બચાવી શકતી નથી. પરંતુ યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ડોક્ટરોનું કહેવું છે કે લોકો આ વિશ્વસનીય પરીક્ષણથી પોતાનું જોખમની તપાસ કરી શકે છે.

હૃદય

શું છે લક્ષણ?

હિડન એઓર્ટિક એન્યુરિઝમ મુખ્ય બ્લડ વેસલનો સોજો છે, જે હૃદયથી દૂર ચાલે છે. મોટાભાગના કિસ્સાઓમાં હિડન આર્ટિક એન્યુરિઝમને કારણે બ્લડીંગ પહેલાં ઘણા લક્ષણો દેખાતા નથી, પરંતુ તેમ છતાંય કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પેટમાં દુ:ખાવો અથવા સતત પીઠનો દુખાવો કેટલાક કિસ્સાઓમાં થઈ શકે છે. ચક્કર આવવું, પરસેવો થવો અથવા ઓઇલી સ્કિન, હ્રદયના તેજ ધબકારા, જેવા લક્ષણ છે.

Read Also

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!