ઠગ્સ ઓફ સુરત : એક ઠગે 12 મહિલા અને 13 લોકોને પર્સનલ લોન આપવાના બહાને છેતરપિંડી આચરી

સુરતના માનદરવાજા અને ભાથેનાની 12 મહિલાઓ સહિત 13 લોકોને રાહુલ નામના એક ઠગે પર્સનલ લોન અપાવવાના બહાને છેતરપિંડી કરી. છેતરપિંડી કરનાર શખ્સે તમામ લોકો પાસેથી ઓળખ પુરાવા લીધા બાદમાં 9 લાખના વાહનો ખરીદી બારોબાર વેચી નાસી છૂટ્યો છે. હાલમાં ઠગબાઝ શખ્સનો મોબાઈલ બંધ કરી દેવાયો છે. આ શખ્સે કલુ 9 લાખથી વધુની કિંમતના ટુ વ્હીલર વાહનો ખરીદી બારોબાર બીજાને વેચી દેવાયા હોવાનું ખુલ્યુ છે. ત્યારે આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.

આ સમગ્ર મામલે ત્યારે બહાર આવ્યો જ્યારે ભેજાબાજ રાહુલ પાટીલે વાહનો અંગે બેંકમાંથી લીધેલા રૂપિયાને લઇને ડોક્યૂમેન્ટ આપનાર લોકોને બેન્ક દ્વારા નોટિસ મોકલાઇ. નોંધનીય છે કે ભોગ બનનાર મહિલાનો આરોપ છેકે બે મહિના પહેલા સચિન નામનો એજન્ટ પર્સનલ લોન અપાવવા માટે બેંકની ઓફર લઈને આવ્યો હતો.

જે બાદ આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, પાનકાર્ડ, લાઈટ બિલ સહિતના પુરાવાઓ આપ્યા હતા. જે બાદ સચીન નામનો શખ્સ રાહુલ પાટીલને લિને આવ્યો હતો. જે બાદ રાહુલ પાટીલે દરેક અરજદારનું એસોસિયેટ કો.ઓ. બેંકમાં ખાતું ખોલાવી તેમાંથી મળેલ ચેક બુકમાંથી 5-6 સહી વાળા ચેક લઇ લીધા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter