GSTV
Home » News » ઠગ્સ ઓફ હિંદુસ્તાન:આ લોરીમાં એવું શું હતું કે અમિતાભે તેનાં ઘરમાં પોતાના અવાજે રેકોર્ડ કરી

ઠગ્સ ઓફ હિંદુસ્તાન:આ લોરીમાં એવું શું હતું કે અમિતાભે તેનાં ઘરમાં પોતાના અવાજે રેકોર્ડ કરી

આમિર ખાન-અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંન્દુસ્તાન દિવાળી પર ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ લઈને આવે છે. અહેવાલો અનુસાર ફિલ્મમાં અમિતાભ એક ખાસ લોરી ગાય છે. બીગ બી આ ફિલ્મમાં ખુદાબક્શનાં રોલમાં જોવા મળશે. તે ફિલ્મમાં ફતીમા સના શેખ જે જાફિરાનાં રોલમાં છે, તેમના માટે ભાવુક લોરી ગાય છે.

ફિલ્મની સ્ટોરી મુજબ જાફિરાના જીવનમાં ખુદાબક્શ તેમના પિતા જેવા છે. તેઓ કોઈ પણ કિંમતે જાફિરાને બચાવની કસમ ખાય છે. જો કે આ રાજ ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડશે કે જાફિરાના માતાપિતા સાથે શું થાય છે અને શા માટે ખુદાબક્શ તેમની સંભાળ રાખે છે. આમિતાભ બચ્ચન આ સિનને ભજવતી વખતે ઈમોશનલ થઈ ગયા અને તેથી તેઓ આ લોરીની પસંદગી કરી છે.

અહેવાલો મુજબ, અમિતાભ બચ્ચન આ લોરી માટે એટલા આતુર હતા કે તેઓએ પોતે જ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. અને આ લોરી બીગ બીએ એનાં ઘરે જ રેકોર્ડ કર્યું હતું.

અમિતાભ બચ્ચન કહે છે કે, આ ગીતમાં તમને ખુદાબક્શ અને જાફિરાના ગહન સંબંધની ઝલક જોવા મળશે. હું આ લોરી ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત એટલા માટે હતો કારણ કે આ ગીત રોજિંદા ગીતો કરતા કંઈક અલગ છે. અને ગીતની રચના ફિલ્મમાં પિતા-દિકરીની ભાવનાત્મક યાત્રા પર કરવામાં આવી છે. આ લોરીને સૈરાટનાં સંગીતકાર અજય-અતુલએ બનાવ્યું છે.

READ ALSO

Related posts

ડાયટ વગર પણ ફટાફટ ઓગાળશે પેટની ચરબી, રોજ કરો આ એક આસન

NIsha Patel

લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

NIsha Patel

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!