ઠગ્સ ઓફ હિન્દોસ્તાનને જે કામ કરતા 40 દિવસ લાગ્યા, તે ઝીરોએ 40 કલાકમાં કરી નાખ્યું

હવે ફિલ્મના પ્રચારને બે રીતે જોવામાં આવે છે. એક તો ફિલ્મ રિલીઝ થયા પહેલા કરવામાં આવતો પ્રચાર, જેના કારણે ફિલ્મ બોક્સઓફિસ પર કેટલી દોડશે તેનો અંદાજો નીકળી જાય. થોડા સમયથી બીજો પણ સૌથી વધારે ચાલી રહેલો કિમીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જ્યારે પણ તમે ખોલો છો ત્યારે તેમાં તમને વીડિયો દેખાઇ છે. જેમાં ફિલ્મના ટ્રેલર સૌથી વધારે પ્રમાણમાં હોય છે, અને તે જોનારો વર્ગ પણ મેક્સિમમ પ્રમાણમાં છે. એ સિવાય યુટ્યુબ પરની હિટ્સને આપણે ગણતા નથી હોતા.

હાલમાં જ ઝીરો ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું જેણે યુટ્યુબ પર રિતસરનું તોફાન મચાવી દીધું છે. 2 નવેમ્બર એટલે કે શાહરૂખ ખાનના જન્મદિવસના દિવસે સાંજે આ ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. જેનાથી એ વાતની સાબિતી મળે છે કે ફિલ્મ બ્લોકબસ્ટર આરામથી થઇ જશે અને કરોડોની કમાણી પણ કરી લેશે. પણ આ માટે ઝીરોની સરખામણી એક મહામુવી સાથે કરવી પડશે, તો આ આંકડાઓને વધારે સમજી શકીશું.

20 સપ્ટેમ્બર 2018ના રોજ યશરાજની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર લોંચ થયું હતું. ફિલ્મમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન હોવાના કારણે ફિલ્મમાં ફેન્સને વધારે જ દિલચશ્પી હોવાની. અને થયું પણ એવું જ. યુટ્યુબ પર આ ટ્રેલરની ખૂબ પ્રશંસા થઇ.

હવે આંકડાઓ પર નજર કરવામાં આવે તો 20 સપ્ટેમ્બરે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર રિવીલ કરવામાં આવ્યું.

  • જેના 8 કરોડ વ્યૂઝ થયા
  • 13 લાખ લાઇક
  • 1 લાખ 47 હજાર પ્લસ કોંમેન્ટ

હવે શાહરૂખ ખાનનાજન્મદિવસ પર 2 નવેમ્બરે રિવીલ થયેલ ફિલ્મ ઝીરોના ટ્રેલરને જુઓ. 6 કરોડથી વધારે વ્યુ. 14 લાખથી વધારે લાઇક અને એક લાખ 57 હજાર પ્લસ કોમેન્ટ. એટલે કે જે કામ કરવા માટે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનને ચાલીસ દિવસ લાગ્યા તે કામ ઝીરોએ માત્ર 40 કલાકમાં કરી નાખ્યું. ઉપરથી શાહરૂખે સલમાનને સોશિયલ મીડિયા પર માત પણ આપી દીધી. હવે આવનારા સમયમાં કઇ ફિલ્મ હિટ કે ફ્લોપ જાય છે તેની રાહ જોવાની રહેશે. 

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter