GSTV
Home » News » કોઇ ફિલ્મ જોવા નથી જતુ, તો પહેલા દિવસે 50 કરોડની કમાણી કેવી રીતે કરી ?

કોઇ ફિલ્મ જોવા નથી જતુ, તો પહેલા દિવસે 50 કરોડની કમાણી કેવી રીતે કરી ?

આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઉંધે માથ પછડાઇ છે.આમિરે જ્યારે પણ વિજય ક્રિષ્નન આચાર્યના દિગ્દર્શન હેઠળ કામ કર્યું છે ત્યારેત્યારે ફિલ્મ ચાલી નથી. વાત હોય ધૂમ-3ની કે દિવાળી પર મોટું સૂરસૂરિયું થયેલીફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની. આમ છતા ફિલ્મ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે. જેનીપાછળનું કારણ છે આમિર ખાન.

ફિલ્મે પહેલા દિવસે હેપ્પી ન્યૂ યેરનો રેકોર્ડ તોડી નાખ્યો. હેપ્પી ન્યૂ યેરનો અત્યાર સુધી 44.97 કરોડનો કિર્તીમાન હતો, જે બાહુબલી ધ કન્કલુઝન પણ તોડી નહોતી શકી, તે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન જેવી નબળી ફિલ્મે તોડી નાખ્યો. જોઇએ તો હેપ્પી ન્યૂ યેર શાહરૂખની સૌથી નબળી ફિલ્મોમાંની એક હતી અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આમિરની નબળી ફિલ્મોમાંની એક છે, પણ પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ આ બંન્ને ફિલ્મોના નામે છે.

કારણ તપાસતા જાણવા મળ્યું કે આમિર ખાનની મિસ્ટરપરફેક્ટનિશ્ટની છબી આ ફિલ્મને કમાણી કરાવી ગઇ. પહેલા દિવસે ફિલ્મ તમામ ઓડિયન્સે જોઇ કારણ કે ફિલ્મ જોવા લાયક હશેતેવું માનેલું, પણ થીએટરમાંથી જે પણ બહાર નીકળી રહ્યા હતા તેમના ચહેરા પર નિરાશાના વાદળ ઘેરાઇ ગયા હતા. જેના પરિણામે ફિલ્મમાં કંઇ નથી તે સાબિત થઇ ગયું. હવે પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ જોઇ લઇએ એટલે ખ્યાલ આવશે.

  1. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન 50 કરોડ
  2. હેપ્પી ન્યૂ યેર 44.97 કરોડ
  3. બાહુબલી 2 41 કરોડ
  4. પ્રેમ રતન ધન પાયો 40.35 કરોડ
  5. સુલતાન 36.54 કરોડ

હવે 2018માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મો પર નજર કરીએ. સાફ વાત છે કે આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની 50 કરોડની કમાણી પહેલા નંબર પર હોવાની. બીજા નંબર પર છે.

  1. સંજુ 34.75 કરોડ
  2. રેસ-3 29.17 કરોડ
  3. ગોલ્ડ 25.25 કરોડ
  4. બાગી-2 25.10 કરોડ

એટલે કે આમિર ખાનની ફિલ્મમાં હાજરી અને તેની અત્યાર સુધીની ફિલ્મોની સફળતાએ દર્શકોને ફિલ્મ જોવા માટે પ્રોત્સાહન આપ્યું અને આમિર ખાનના નામ પર દર્શકોએ નાહી પણ નાખ્યું.

આ પહેલા આમિરની કોઇ ફિલ્મ આટલી ફ્લોપ નથી રહી. તલાશ ફિલ્મ ફ્લોપ હતી પરંતુ તેમાં રિમા કાગતીનું ડિરેક્શન અને સ્ટોરીએ દર્શકોને જકડીરાખ્યા હતા. હવે વાત આવે આમિરની અત્યાર સુધીની ફ્લોપ ફિલ્મોની. તો બિગ બજેટ એવી ઠગ્સ ઓફ હિન્દોસ્તાનને જ તેમાં પહેલું સ્થાન મળશે.

READ ALSO 

Related posts

ચાલતી કાર પર અચાનક આવી પડ્યો ઝેરીલો સાંપ, વીડિયો જોઇ તમે પણ ડરી જશો

Kaushik Bavishi

ઉડતા વિમાનમાં બાળકને દૂધ પીવડાવતી માતા સાથે એવું થયું કે તમે જાણીને દંગ રહી જશો

Path Shah

પાલીતાણાનાં દુધાળા ગામની ગૌચર જમીન મુદ્દે માલધારીઓ આકરા પાણીએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!