GSTV

Thugs Of Hindostan : ફિરંગી અંદાજમાં ગધેડા પર થયો સવાર, આમિર ખાનનો ફર્સ્ટ લુક રિવિલ

Last Updated on September 24, 2018 by Bansari

બોલીવુડમાં મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાનને લઇને ચર્ચામાં છે. ઠગ્સ ઑફ હિન્દોસ્તાનના મોશન પોસ્ટર માટે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તેનો હવે અંત આવી ગયો છે. આમિર ખાને પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ લુકમાં આમિર ખૂબ જ મજેદાર લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

આમિરે પોતાનો લુક શેર કરતાં લખ્યું કે ‘ઔર ઇ હૈ હમ, ફિરંગી મલ્લાહ. હમ સે જ્યાદા નેક ઇન્સાન ઇસ ધરતી પે કહી નહી મિલેગા આપકો. સચ્ચાઇ તો હમરા દૂસરા નામ હૈ, ઔર ભરોસા હમરા કામ. દાદી કસમ!!!’

આ મોશન પોસ્ટરમાં તમે જોઇ શકો છો કે આમિર ગધેડા પર સવાર થઇને ફિરંગી અંદાજમાં જોવા મળી રહ્યો છે. આમિર ખાનનો લુક જોઇને ચાહકોની ફિલ્મ જોવાની આતુરતા વધતી જાય છે. આમિર ખાનનો આ લુક જોઇને અંદાજ લગાવી શકાય કે ફિલ્મમાં આમિર જબરદસ્ત ભુમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

ઉલ્લેખનીય છે કે ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ 7 નવેમ્બરે રિલિઝ થવાની હતી પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 8 નવેમ્બરે રિલિઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ, જોન ક્લાઈવ અને હવે કેટરિના કૈફનું પોસ્ટર પણ રિવિલ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

ફાતિમા સના શેખ વોરિયર લૂકમાં જોવા મળે છે, તો કેટરિના પણ રંગીલી અદામાં જોવા મળે છે. આ ફિલ્મનું ડારેક્શન વિજય ક્રિષ્ના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં પહેલી વખત આમિર ખાન અને અમિતાભ સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

 સૌપ્રથમ, અમિતાભ બચ્ચનનો લુક જાહેર કરવામાં આવ્યો પાત્ર હતો, બિગ બી આ ફિલ્મમાં ખુદાબક્ષનો રોલ ભજવી રહ્યો છે. ત્યારબાદ જાહેર થયો ફાતિમા સના શેખનો લુક, જે આ મૂવીમાં જાફીરાની ભૂમિકામાં છે. પછી ત્રીજો જોન ક્લાઈવનો લુક રિલિઝ કરાયો હતો.

Related posts

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

pratik shah

ખાસ વાંચો/ Facebook કે LinkedIn પરથી ક્યાંક તમારો ડેટા પણ લીક નથી થયો ને! આ ટ્રિકથી જાણો

Bansari

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!