રિલેશનશીપમાં હોવાની લાગણી ખુબ જ સુંદર હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે કે પાર્ટનર સાથેનો સાથ ક્યારેય ન છુટે. આ માટે સંબંધને તેને અંજામ સુધી પહોંચાડવા માટે લોકો લગ્ન કરે છે. જોકે આ કામ સરળ નથી. વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી પણ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે લોકો નિર્ણય લેતા પહેલા અચકાય છે. આ જીનનો ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય હોવાથી લોકો તેના વિશે થોડું વધારે વિચારે છે, જે સ્વભાવિક પણ છે.

સામાન્ય રીતે પ્રેમી પંખીડા આ વિશે વાત કરવામાં છોછ અનુભવે છે કારણ કે તેઓ એકબીજા પર કોઈ પ્રેશર કે દબાણ આપવા માંગતા નથી. જો તમને પણ લગ્નના નિર્ણય મુદ્દે નર્વસ છો, તો આ રીત અપનાવી શકો છો.
આડકતરી રીતે આપો સંદેશો
હોઈ શકે છે કે તમે લગ્ન વિશે સીધી વાત કરવા માંગતા નથી અને માટે પાર્ટનર સાથે જ્યારે પણ વાત કરો ત્યારે આડકતરી રીતે ભવિષ્યમાં લગ્ન વિશે સંદેશો આપવાનો પ્રયાસ કરો. તમે તેમને વચ્ચે હિન્ટ આપી શકો છો કે તેમનો સાથ છોડવા માંગતા નથી અને આ પછી તેમનો રિસ્પોન્સની નોંધ લો. જો તેમને રિસ્પોન્સ સકારાત્મક આવે, તો તક જોઈ લગ્નની વાત કરી શકાય છે.
રિલેશનશીપ મુદે સીરીયસ રહો
જો કોઈ રિલેશનશિપમાં છો, તો પાર્ટનરને ચોક્કસપણે જણાવો કે તમે આ સંબંધને લઈને કેટલા ગંભીર છો અને કોઈપણ પ્રકારનો ટાઈમપાસ કરી રહ્યાં નથી. તમારો હેતુ લગ્ન કરવાનો છે. જો તમે તેમને આવો અહેસાસ કરાવો છો, તો શક્ય છે કે તમારો સામનો કરનાર વ્યક્તિ પોતે જ લગ્નની બાબતમાં પહેલ કરે.
વધારે વિચારશો નહિ
સામાન્ય રીતે એવા લોકો જ લગ્નની વાતથી ભાગે ચે, જે વધું પડતું વિચારે છે. તેઓ વિચારે છે કે લગ્નની વાત કરીશ તો પાર્ટનરને ખોટું લાગી જશે અને તેનો સાથ છુટી ન જાય, હજી તો ઘણો સમય બાકી છે. તમે આમ વિચારી શકો કે રિપોન્સ હાં કે ના બંનેમાંથી એક હશે. તમે બંને જવાબ માટે માનસિક રીતે તૈયારી કરી લો.

લગ્નની તારીખ નક્કી કરો
ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ તમને ખુબ જ પ્રેમ કરે છે પરતું તરત જ લગ્ન કરી શકતો/ શકતી નથી. આની પાછળ કેટલાક કારણો પણ હોઈ શકે છે. આ માટે જરૂરી છે કે પાર્ટનરને થોડો સમય આપો, પરતું આ જરૂરથી પૂછી લેવું જોઈએ કે તે લગ્ન ક્યારે કરશે.
(નોંધ – અહીં આપેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)
Also Read
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું