GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આ 6 યોજના થકી જેટલી હંમેશાં દેશને યાદ રહેશે, એક યોજનાએ તો ભાજપને 2019ની ચૂંટણી જીતાડેલી

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું 24 ઓગસ્ટે નિધન થયું છે. લાંબા સમયથી બિમાર જેટલી એઇમ્સ હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા. મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં અનેક મોટા અને કડક નિર્ણયો લીધા હતા. આ નિર્ણયનો અમલ માટે અરૂણ જેટલીએ જ સમગ્ર રણનીતિ બનાવી હતી. સૌથી મોટી વાત એ છે કે અરૂણ જેટલી વડાપ્રધાન મોદીના સૌથી નજીકના અને વિશ્વાસપાત્ર હતા. ત્યારે જોઈએ જેટલીના એવા કેટલાંક નિર્ણયો જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે.

1 નોટબંધી

8 નવેમ્બર 2016ના રોજ દેશભરમાં નોટબંધીનું એલાન કરી દેવામાં આવ્યું. 1000 અને 500 રૂપિયાની કરન્સી પર પ્રતિબંધ લાગી ગયો. એલાન સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે કાળાધન પર લગામ લાગી જશે. નકલી કરન્સી પકડવામાં મદદ મળશે. મોદી સરકારના આ નિર્ણયને રિઝર્વ બેન્કે 4 કલાક પહેલા જ મંજૂરી આપી દીધી હતી. એટલે કે રણનીતિ ગોપનીય રીતે બનાવવામાં આવી હતી. જેમાં નાણામંત્રી અરૂણ જેટલીની મુખ્ય ભૂમિકા રહી હતી.

જનધન યોજના

જનધન યોજનાના કારણે 35.39 કરોડથી વધારે લોકોના બેન્કમાં ખાતા ખુલ્યા હતા. આજે જનધન ખાતું એ વાતની સાબિતી આપે છે કે આ ખાતાઓએ સામાન્ય માણસને બચત કરવા માટે પ્રેરિત કર્યા હતા. મોદી સરકારે જનધન યોજના ખાતાની શરૂઆત 2014માં કરી હતી. આ યોજનાને સફળ બનાવવા માટે અરૂણ જેટલીનું મોટું યોગદાન રહેલું હતું. જેટલીની સફળ રણનીતિના કારણે આજે મોદી સરકારની તે મોટી યોજનામાંની એક ગણવામાં આવે છે.

જીએસટી

જીએસટીનો અર્થ છે એક રાષ્ટ્ર, એક ટેક્સ. પણ તેને લાગુ કરવા માટે અંતિમ નિર્ણય લેવો સરળ નહોતો. ગત્ત સરકારોમાં આ વિશે માત્ર ચર્ચા થઈ હતી. પણ હિંમત અરૂણ જેટલી એ બતાવી હતી. આજે દેશમાં જીએસટીની ગાડી બરાબર પટરી પર જ દોડી રહી છે. જેની પાછળ કોઈનો હાથ હોય તો તે છે અરૂણ જેટલી. આ નવા ટેક્સ સિસ્ટમમાં અલગ અલગ ટેક્સ નહોતો દેવો પડતો. 1991માં અર્થવ્યવસ્થામાં ઉદારિકરણનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જીએસટી નાણાના ક્ષેત્રમાં સુધારને લઈને સૌથી મોટું પગલું હતું. જેને લાગુ કરવા માટે અરૂણ જેટલીને હંમેશાં યાદ કરવામાં આવશે.

આયુષ્માન ભારત

મોદી સરકારની આયુષ્માન ભારત યોજના એ એક મોટી ઉપલબ્ધિ હાંસિલ કરી હતી. દુનિયાભરમાં તેના વખાણ થયા હતા. આયુષ્માન ભારત યોજનાને જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. અરૂણ જેટલીએ 2018-19માં સામાન્ય બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાથી બીજેપીને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ફાયદો થયો હતો. આયુષ્માન યોજના નીચે આવનારા પરિવારોને 5 લાખ રૂપિયાનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારની માનવામાં આવે તો દેશના 10 કરોડ પરિવારોના 50 કરોડથી વધારે લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે. જેમાં મૂળ કામ જેટલીએ કર્યું હતું.

મુદ્રા યોજના

મુદ્રા યોજના એ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. પણ તેને સફળ બનાવવા પાછળ નાણા મંત્રાલયનો મોટો ફાળો રહ્યો છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આ યોજનાની એપ્રિલ 2015માં શરૂઆત થઈ હતી. નાણા મંત્રી અરૂણ જેટલીએ આ યોજનાને લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આ યોજનાનો સૌથી વધારે લાભ મહિલાઓને મળ્યો હતો. 73 ટકા ઉદ્યમ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓએ લોનનો લાભ મેળવ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વરોજગાર અપાવવાનો હતો. આજે દેશની તમામ બેંકો દ્રારા લોન આપવામાં આવે છે તેની પાછળનું કારણ પણ જેટલીનું માઈન્ડ જ છે.

સુકન્યા સમૃદ્ધી યોજના

અરૂણ જેટલીએ 2018-19ના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 2015માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધી યોજના ઘણી સફળ રહી છે. મોદી સરકારની આ યોજનાને ગરીબ પરિવારોએ પોતના હાથમાં લઈ લીધી છે. આજે જ લોકો પોતાની લાડલીના ભવિષ્યને સુધારવા માટે યોજના સાથે જોડાય રહ્યા છે. આ યોજના સાથે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ માટે રોકાણ કરવામાં આવે છે. આ યોજનાને બેટી બચાવ બેટી પઢાવ સાથે લોન્ચ કરવામાં આવી હતી. યોજના અંતર્ગત માત્ર 250 રૂપિયામાં જમા કરાવીને એકાઉન્ટ ખોલવવામાં આવે છે. જ્યારે જ્યારે કન્યા સમૃદ્ધી યોજનાનું નામ આવશે ત્યારે ત્યારે જેટલી પણ અચૂકથી યાદ આવશે.

READ ALSO

Related posts

કોરોના: અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 ક્લાકમાં વધુ 11 પોઝિટીવ કેસો નોંધાયા, કુલ કેસની સંખ્યા 200ને પાર

pratik shah

રાજ્ય કોરોનાના વિષચક્રમાં: ગુજરાતમાં વાયરસથી ચેપગ્રસ્તોની સંખ્યા 16 હજાર પર પહોંચી, 1 હજાર લોકોનાં નિપજ્યાં કરૂણ મોત

pratik shah

Unlock 1: ત્રણ તબક્કામાં દેશને કરાશે અનલોક, સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!