GSTV

ડાર્ક વેબની દુનિયા / આ માધ્યમથી થાય છે હેકિંગ,ચીટીંગ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, શું સાયબર એજન્સીઓનો પણ નથી કંટ્રોલ?

Last Updated on August 13, 2021 by GSTV Web Desk

આજકાલ ઈન્ટરનેટ વિના જીવન શકય નથી. જો કે ઇન્ટરનેટ વલ્ડૅ કોઇપણ સમયે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. આજકાલ ગુનેગારો ગુનો કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે આખરે શું છે ડાર્ક વેબ આવો જાણીએ..

ફ્રોડ

આજકાલ હેકર કોઇપણ સોશિયલ મીડિયા એપને આસાનીથી હેક કરી શકે છે અને કોઇપણને આર્થિક સામાજિક નુકશાન પહોંચાડી શકે છે. થોડા સમય અગાઉ શહેરની પ્રતિષ્ઠિત શાળાના બાળકે હેકિંગ કરી પરીક્ષા રદ કરવા ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ પોલીસ હજી સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી. સાયબર સેલના સુત્રોની જો વાત માનીએ તો ડાર્ક વેબના માધ્યમથી એ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી હતી. ડાર્ક વેબના માધ્યમથી ગુનેગારો કોઇપણ સિસ્ટમ કે મોબાઈલ આસાનીથી હેક કરી શકે છે.

આમ તો હેકિંગ થવું કે પછી કોઇપણ ગુનાહિત બેદરકારી પાછળ જવાબદાર યુઝર પણ હોય છે, કારણ કે જયારે પણ કોઈ ફ્રી એપ ઇન્સ્ટોલ કરવા માટે મળતી હોય તો લગભગ લોકો તેને પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરે છે. પરંતુ ઇન્સ્ટોલ કરતા સમયે ઘણી બધી મોબાઈલ એક્સેસ કરવા માટેની પરમિશન પણ આપે છે.

જેથી મોબાઈલનો કોઇપણ ડેટા આસાનીથી હેક થઇ જાય છે ત્યાં સુધી કે આર્થિક વ્યવહાર કરવા માટેની એપ્લીકેશનની વિગતો પણ હેક થઇ જાય છે જેથી આર્થિક ફટકો પડે છે તો મોબાઈલ કે લેપટોપના કેમરા પણ રીમોટલી એક્સેસ કરે છે જેથી કોઇપણ મુવમેન્ટ આસાનીથી કેપ્ચર કરી શકે છે.

આમ ડાર્ક વેબના મારફતે જો ગુનો કરવામાં આવે તો આરોપી સુધી પહોંચવામાં પોલીસને આંખે પાણી આવી જતા હોય છે. તેની પાછળ કારણ એ છે કે વર્ચ્યુલ નેટવર્કના ઉપયોગ દ્વારા આઈપી ટ્રેસ કરવું મુશ્કેલ હોય છે. સાથે જ ડાર્ક વેબની વેબસાઈટના ડોમેઈન પણ આસાનીથી ક્રેક થતા નથી.

હેકર્સે

જેના કારણે પોલીસને આરોપી સુધી પહોચવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. જેથી મોબાઈલ હોય કે કમ્પ્યુટર કોઇપણ એપ્લીકેશ ઉપયોગ જરૂર હોય એટલો જ કરવો હિતાવહ છે.

Read Also

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!