GSTV
Home » News » મહેસાણાના આ ગામમાં ત્રણ વર્ષના બાળકનું થયું અપહરણ,ત્યાર બાદ થયું એવું કે…

મહેસાણાના આ ગામમાં ત્રણ વર્ષના બાળકનું થયું અપહરણ,ત્યાર બાદ થયું એવું કે…

મહેસાણાના વડનગરના મોલિપુર ગામમાં સાડા ત્રણ વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કરાઈ છે. જેમાં મોલિપુર ગામના જ એક વ્યક્તિના ઘર પાછળ મહમદ અખલાક નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર ગામમા ચકચાર મચી છે. ઘર આંગણે બાળક રમતુ હતુ ત્યાંથી જ ગુમ થઈ ગયુ હતુ.

બાળકના ગુમ થવા અંગેની જાણ પોલીસને પણ કરાઈ હતી. જ્યારે બનાવની જાણ પોલીસને થતા પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. અને ડોગ સક્વૉડ, એફએસએસ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના મતે પ્રાથમિક તપાસમા બાળકને કરંટ આપી હત્યા કરાઈ હોવાનું દેખાઈ રહ્યુ છે..તેમજ અપહરણ બાદ કલાકો સુધી બાળકને ગોંધી રાખ્યો હોવાની પણ આશંકા છે..તેમજ પાડોશીના ઘર પાસેથી પણ સાંયોગિક પુરાવા મળ્યા છે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!