GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

સમાજને હચમચાવી નાંખનારો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગર્ભવતી મુસ્લિમ મહિલા અને તેની બે બહેનોને પોલીસ સ્ટેશનમાં નિર્વસ્ત્ર કરીને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, તે બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો. આ મામલો આસામના દરાંગ જિલ્લાનો છે. આ ભયાવહ ઘટના 8 સપ્ટેમ્બરની છે.

દરાંગ જિલ્લાના પોલીસે બુરહા પોલીસ આઉટ પોસ્ટથી ત્રણ મહિલાઓની ધરપકડ કરી. આ ત્રણેય ગુવાહાટીના સિક્સમાઇલ વિસ્તારની રહેવાસી છે જેની અપહરણના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

પછીથી 10 સપ્ટેમ્બરે પીડીત મહિલાએ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરતાં જણાવ્યું કે તેને અને તેની બહેનોની બુરહા પોલીસ આઉટ પોસ્ટના ઇન્ચાર્જ મહેન્દ્ર શર્માએ 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી. તેણે અને એક લેડી કોન્સ્ટેબલે આખી રાત તેમને નિર્વસ્ત્ર કરીને તેમના પર અત્યાચાર ગુજાર્યો. સાથે જ શરીરના નાજુક અંગો પર પણ વાર કર્યો.

પોલીસે તેમને ઢોર માર માર્યો સાથે જ તેમના પ્રાઇવેટ પાર્ટ સાથે પણ ચેડા કર્યા. પોલીસ ઑફિસરે પિસ્તોલથી ધમકાવતા કહ્યું હતું કે જો અમારી વિરુદ્ધ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ. મારપીટ બાદ ગર્ભવતી મહિલા જ્યારે હોસ્પિટલમાં દાખલ થઇ તો તેને જાણ થઇ કે પેટમાં લાત મારવાના કારણે તેનું ગર્ભ નષ્ટ થઇ ગયું.

આ ફરિયાદ વિશે જવાબ આપતાં દરાંગ પોલીસ અધિક્ષક અમૃત ભૂયાને કહ્યું કે અમને 11 સપ્ટેમ્બરે ફરિયાદ મળી હતી. મે ડીએસપીને આ મામલે તપાસ માટે કહ્યું છે. જો પીસે કોઇ અત્યાચાર ગુજાર્યો હશે તો ક્રિમિનલ કેસ નોંધવામાં આવશે. અમે મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહ્યાં છીએ.

આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. આસામ મહિલા આયોગે આ મામલે કેસ દાખલ કર્યો છે. સાથે જ આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પણ આ ઘટનામાં તપાસના આદેશ આપ્યાં છે.

Read Also

Related posts

માંડવીના ભાડીત્રા-ત્રગડી વચ્ચેનો બ્રિજ તૂટ્યો, મુંદ્રા-માંડવી હાઈવ વચ્ચેનો રસ્તો થયો બંધ

Pravin Makwana

ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ઉપરવાસના પાણી ઘૂસ્યા, અનેક ગામો બન્યા સંપર્કવિહોણા

Pravin Makwana

Vidoe: ગેન્ગસ્ટર વિકાસ દુબે પરની ઈનામી રકમ વધારાઈ, શું આ શહેરમાં છુપાયો છે ?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!