ચાંદખેડામાં રહેતા વેપારીને હનીટ્રેપમાં ફસાવીને દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી રૂ.૨.૭૦ લાખની રકમ આંચકી લેનાર યુવતી સહિત ત્રણ આરોપીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ વેપારીને સોશિયલ મિડિયા પર કવેક એપથી યુવતીએ સામેથી મેસેજ કરી મિત્રતા કેળવી ઘરે બોલાવ્યો હતો. વેપારીને બ્લેકમેઈલ કરી વધુ રકમ માંગતા આરોપીઓ સામે ચાંદખેડા પોલીસે ગુરૂવારે ગુનો દાખલ કર્યો હતો.

ચાંદખેડા પોલીસે હનીટ્રેપના કેસમાં કવિતાબહેન નાયક, રમેશ બાબુલાલ સુથાર અને ભાવેશ મહેન્દ્રકુમાર ડાભીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આજથી ૨૦ દિવસ અગાઉ યુવાન વેપારીને કવેક એપથી કવિતાએ મેસેજ કરતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને નંબરોની આપલે થઈ હતી.
તે દરમિયાન કવિતાએ ફોન કરી વેપારીને ૧૨ દિવસ અગાઉ પોતાના ઘરે બોલાવ્યો હતો. તે સમયે વાતચીત કરી વેપારી યુવક કવિતાના ઘરેથી ચા પીને નીકળી ગયો હતો. ગત તા.૨૯મી જુલાઈના રોજ કવિતાએ યુવકને પતિ સુરત ગયો હોવાનું જણાવી પોતાના ઘરે આવવા મેસેજ કર્યો હતો. યુવતીના મેસેજને પગલે વેપારી તત્કાળ સ્થળ પર પહોંચ્યો હતો. યુવતી વેપારીને પોતાના બેડરૂમમાં લઈ ગઈ અને શરીર સબંધ બાંધવા દબાણ કર્યું હતું. આખરે બંને વચ્ચે શારિરીક સબંધો બંધાયા હતા. તે સમયે ફલેટમાં અચાનક આવી ગયેલા શખ્સે યુવકને મારમારી અપશબ્દો બોલી દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી હતી.

આ દરમિયાનમાં ત્યાં આવેલા રમેશ સુથારે વેપારીને મામલાની પતાવટ કરવાનું કહી રૂ.૫ લાખની માંગણી કરી હતી. યુવકે આટલી રકમ ના હોવાનું કહેતાં આરોપીઓએ રૂ.૨.૭૦ લાખ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પછી આરોપીઓ વકીલની ઓળખ આપી સોશિયલ મિડિયા પર મેસેજ કરી પૈસાની માંગણી કરતા હતા. બનાવ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વેપારી યુવકે ફરિયાદ નોંધાવી હતી.
Read Also:
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી
- માયાવતીની જેમ મમતા બેનરજી પણ મોદી સરકાર પ્રત્યે કૂણા પડવા લાગ્યા છે