GSTV
Home » News » ત્રણ બેરોજગાર દોસ્તોએ શરૂ કર્યુ “મોદી પકોડા ભંડાર”, કરે છે લાખોની કમાણી

ત્રણ બેરોજગાર દોસ્તોએ શરૂ કર્યુ “મોદી પકોડા ભંડાર”, કરે છે લાખોની કમાણી

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કહ્યુ હતુકે, પોતાની જીવીકા ચલાવવા માટે નોકરી કરવી જ એકમાત્ર સાધન નથી. તમે કોઈ પણ નાના-મોટા સ્ટાર્ટઅપ શરૂ કરીને પણ કમાણી કરી શકો છો. એટલે સુધીકે બીજાને પણ રોજગાર આપી શકો છો. જો કોઈ ભજીયા વેચીને 200 કરોડ રૂપિયા કમાય છે, તો તેને નોકરીના રૂપમાં જ જોવામાં આવશે. જોકે, આ ટિપ્પણી પર વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ નોકરીની શોધમાં આમ-તેમ ફરી રહેલાં અમુક બેરોજગારોને પ્રધાનમંત્રી મોદીની આ વાત સમજાઈ ગઈ હતી.

ત્રણ બેરોજગારો દોસ્તોએ શરૂ કરી દુકાન

આગરાના નૂરી દરવાજા સ્થિત મોદી પકોડા ભંડાર હાલનાં દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. સવારથી લઈને સાંજ સુધી અહીં ભજીયાનાં પ્રેમીઓની જોરદાર ભીડ ઉભરાઈ હોય છે. જો વરસાદ આવી જાય તો જોરદાર ભીડ જામે છે. આ દુકાન ત્રણ દોસ્તો મળીને ચલાવે છે. થોડા દિવસો પહેલાં ત્રણે દોસ્તો નોકરીની શોધમાં આમ-તેમ ભટકી રહ્યા હતા.  પરંતુ કોઈ પાસેથી મદદ મળી ન હતી.

નાનકડી રકમથી શરૂ કર્યો બિઝનેસ

ખીસ્સામાં એટલાં પૈયા ન હતાકે કોઈ મોટો ધંધો કરી શકાય. ત્રણેયએ વિચાર કર્યો કે કારોબાર ભલે જ મોટો ન હોય પરંતુ તેમની પાસે રકમ નાની હોવાના કારણે નાની ભજીયાની દુકાન જ શરૂ કરી શકે છે. ત્રણેય મળીને નીરી દરવાજા સ્થિત મોદી પકોડા ભંડાર સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. પકોડા ભંડારને શરૂ કરવાના થોડા જ દિવસોમાં ધંધામાં નફો પણ થવા લાગ્યો હતો.

પીએમ મોદી પાસેથી મળ્યો આઈડિયા

ત્રણેય દોસ્તોમાંથી એક વ્યક્તિએ જણાવ્યુ હતુકે, પીએમ મોદીનાં ભાષણ ઉપરથી અમને આનો વિચાર આવ્યો હતો. ભજીયા વેચવા માટે મનમાં થોડો સંકોચ જરૂર થયો હતો. પરંતુ પાંચ દિવસોમાં જે નફો દેખાયો તેનાથી અમને વિશ્વાસ થઈ ગયો હતો કે, આ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સાચો નિર્ણય છે.

મોદી પકોડા ભંડારમાં પાંચ પ્રકારનાં ભજીયા મળે છે. જેની કિંમત 120 રૂપિયા કિલો છે. ત્રણેય દોસ્તોને આશા છેકે, જલ્દીથી તેમના નફાનો આંકડો લાખો સુધી પહોંચી શકે છે. ત્રણેય દોસ્તોનું કહેવું છેકે, હાથ ઉપર જો પૈસા હોય તો તમારો આત્મવિશ્વાસ વધુ વધે છે. મોદી પકોડા ભંડાર ખોલ્યા બાદ ઘણા બેરોજગાર યુવાઓને સ્ટાર્ટઅપમાં લાભ દેખવા લાગે છે.

READ ALSO

Related posts

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

Dharika Jansari

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan
Do NOT follow this link or you will be banned from the site!