જો તમે તમારા જૂના ફોનથી કંટાળી ગયા છો અને નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમે પણ આ મોબાઈર ખરીદી શકો છો. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં iQOO અને Infinixના ત્રણ શાનદાર સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યાં છે. લોન્ચ થનારા નવા હેન્ડસેટમાં બે iQOOના છે અને એક ફોન Infinix દ્વારા ઓફર કરવામાં આવશે. આ સ્માર્ટફોન શાનદાર કેમેરાની સાથે સાથે અનેક દમદાર ફીચર્સથી સજ્જ હશે.
આ સ્માર્ટફોન્સમાં તમને 64 મેગાપિક્સલ સુધીનો મુખ્ય કેમેરો અને 120 વોટ સુધીનો ફાસ્ટ ચાર્જિંગ મળશે, આગામી સપ્તાહે લોન્ચ થનારા આ ફોન્સની વિશિષ્ટતાઓ વિશે.
iQOO 11 શ્રેણી
iQOO તેની નવી સ્માર્ટફોન સિરીઝ ચીન અને મલેશિયામાં 2 ડિસેમ્બરે લોન્ચ કરશે. આ શ્રેણીમાં કંપની બજારમાં બે હેન્ડસેટ iQOO 11 અને iQOO 11 Pro રજૂ કરશે. રિપોર્ટ્સ અનુસાર, કંપનીના આ ફોન Snapdragon 8 Gen 2 ચિપસેટથી સજ્જ હશે. ફોનના પ્રો વેરિઅન્ટમાં કંપની કર્વ્ડ એજ ડિસ્પ્લે સાથે વધુ સારો કેમેરા ઓફર કરવા જઈ રહી છે. ઘણી અન્ય સુવિધાઓથી સાથે આ ફોન સજ્જ હશે.
એટલું જ નહીં, આ સીરિઝના વેનિલા વેરિઅન્ટમાં 6.78-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તેનો રિફ્રેશ રેટ 144Hz હશે. કંપની ફોનમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કોમેરો આપી શકે છે, જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13-મેગાપિક્સલનો સેલ્ફી કોમેરો હોય શકે છે. ફોનમાં 5000mAh બેટરી મળશે, જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
iQOO Neo 7 SE
iQOO Neo 7 SE પણ 2 ડિસેમ્બરે જ લોન્ચ થશે. કંપની આ ફોનને મિડરેન્જ કેટેગરીમાં રજૂ કરશે, પરંતુ આમાં તમને ઘણા ફ્લેગશિપ ફોન ફીચર્સ મળશે. લીક્સ અનુસાર, આ ફોનમાં 6.78-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે ઉપલબ્ધ હશે. તેનો રિફ્રેશ રેટ 120Hz હશે. ફોટોગ્રાફી માટે ફોનમાં 64-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળશે. તે જ સમયે, સેલ્ફી માટે ફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. ફોન 5000mAh બેટરીને પેક કરી શકે છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં MediaTek Dimensity 8200 ચિપસેટ મળી શકે છે.
ઈન્ફિનિક્સ હોટ 20 શ્રેણી
1 ડિસેમ્બરે ઈન્ફિનિક્સ ભારતમાં તેની હોટ 20 સિરીઝ લોન્ચ કરશે. આ શ્રેણી હેઠળ કંપનીએ વૈશ્વિક બજારમાં હોટ 20 પ્લે , હોટ 20i, હોટ 20, હોટ 20S અને હોટ 20 5G ફોન રજૂ કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની આ સિરીઝમાં બે ફોન લોન્ચ કરી શકે છે. આમાં Infinix Note 12 Pro અને Infinix Hot 20 5G સામેલ છે.
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ