GSTV

નવા રંગરૂપ સાથે લોન્ચ થયા Realme ના આ ત્રણ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Realme એ ભારતમાં પોતાના ત્રણ પોપ્યુલર સ્માર્ટફોન Realme 5 Pro, Realme C3 અને Realme 6 Pro માટે ત્રણ વેરીએન્ટ લોન્ચ કર્યા છે. કંપનીએ તેમાં Realme 5 Pro માટે ક્રોમાં વ્હાઈટ કલર, C3 માટે વોલ્કેનો ગ્રો અને 6 Pro માટે લાઈટેનિંગ રેડ કલર લોન્ચ કર્યુ છે. કંપની પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગ્રાહક આ નવા કલર વેરિએન્ટના સ્માર્ટફોન્સને Realme ડોટ કોમ અને ફ્લિપકાર્ટથી ખરીદી છે.

Realme 5 Pro

સૌ પ્રથમ વાત કરીએ તો, Realme 5 Pro ની તો તેના 4GB/64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થાય છે. તેના 6 GB/64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14,999 રાખવામાં આવેલી છે. જ્યારે કે, 8GB રેમ/128 GB સ્ટોરેજ વેરિએન્ટ કિંમત 16,999 છે. સ્માર્ટફોનની પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્લસની સાથે 6.3 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઈસ ક્વાલકોમ સ્નેપડ્રેગન 712Soc થી લેસ છે અને એન્ડ્રોઈડ 9 પાઈ પર આધારિત Color OS 6 પર ચાલે છે.

Realme C3

હવે વાત કરીએ તો Realme તો તેના 3 GB + 32 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયાથી શરૂ થાય છે. તો તેના 4 GB પ્લસ 64 GB વેરિએન્ટને 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન 6.52 ઈંચ એચડી પ્લસ મિની ડ્રોપ ડિસ્પ્લે અને 89.8% સ્ક્રીન-ટૂ-બોડી રેશિયોની સાથે આવે છે. જેમાં મીડિયાટેક ગેમિંગ ટેકનોલોદીની સાથે મીડિયાટેક હેલિયો G70 પ્રોસેસર પણ છે. પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી પણ હાજર છે.

Realme 6 Pro

રિયલમી 6 પ્રોની કિંમતની વાત કરીએ તો તેના 6GB+64GB ની કિંમત 17,999 6 GB +128 GBની કિંમત 18,999 રૂપિયા અને 8GB+128 વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા રાખી ગઈ છે. આ સ્માર્ટફોન 6.6 ઈંચના ફુલ એચડી પ્લસ ડિસ્પ્લેની સાથે આવે છે જેમાં 90Hzનો રિફ્રેશ રેટ અને ટોપ પર ગોરિલ્લા ગ્લાસ 5 છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 720 G પ્રોસેસરથી લેસ છે અને આ એન્ડ્રોયડ 10 OS પર કામ કરે છે.

READ ALSO

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!