GSTV

ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકન એમ્બેસી પર પાંચ રોકેટથી હુમલો

Last Updated on January 27, 2020 by Mayur

ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી એમ્બેસી પાસે રોકેટથી હુમલો કરાયો છે. અમેરિકી એમ્બેસી પાસે પાંચ રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.જેમાં ત્રણ રોકેટ તો એમ્બેસીની બિલકુલ પાસે જ પડ્યા હોવાના મીડિયા અહેવાલ છે. ટ્રાઈગ્રીસની પશ્ચિમી બેક તરફ મોટો અવાજ સંભળાયા હોત. જ્યાં અમેરિકી દૂતાવાસ અને મોટાભાગના અન્ય વિદેશી રાજનાયકો રહેતા હોય છે. જે બાદ ઈરાકના સુરક્ષદળોએ તરફથી નિવેદન જાહેર કરાયું હતું કે, પાંચ રોકેટએ ટાઈટ સિક્યોરિટી ધરાવતા ગ્રીન ઝોન પર હુમલો કર્યો છે.

જોકે તેમા કોઈ જાનહાનીના અહેવાલ નથી. નિવેદનમાં અમેરિકી એમ્બેસી શબ્દનો પણ ઉલ્લેખ નથી. થોડા દિવસ અગાઉ પણ અમેરિકી એમ્બેસી પર રોકેટથી હુમલા થયા હતા. અને તે માટે ઈરાન પર આરોપ લાગ્યા હતા. તે હુમલા બાદ અમેરિકાએ ઈરાનને પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી હતી. ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સંબંધો વણસી રહ્યા છે. અમેરિકાએ ડ્રોન હુમલાથી કમાન્ડ સુલેમાનીને માર્યો હતો.

આતંકી સંગઠન આઈએસઆઈએસ વિરૂદ્ધ જંગ લડવા માટે અમેરિકાના 52 હજારથી વધારે સૈનિકો ત્યાં ખડેપગે છે. હવે ઈરાકથી આ સૈનિકોને ખસેડવામાં આવે તેવી પ્રચંડ માગ ઉઠી છે. પણ અમેરિકા ટસ નું મસ થવા તૈયાર નથી. ઈરાનની જબાન બોલતા ઈરાકે પણ કહ્યું છે કે, કમાન્ડર સુલેમાનીની હત્યા કરી અમેરિકાએ સૈન્ય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જે આધાર પર જ અમેરિકન સૈનિકોને પરત લઈ જવાની માગ ઉઠી રહી છે. રવિવારે થયેલા રોકેટ હુમલાની એ તાજા કડી છે જેના તાંતણા ઈરાનની સાથે જોડાયેલા છે.

હવે જવાબી કાર્યવાહીમાં ટ્રમ્પ શું કરે છે તેના પર વિશ્વભરની નજરો મંડરાયેલી છે. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે. ઉપરથી ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી પણ થવાની છે. જેથી સત્તાને બચાવવા માટે ટ્રમ્પ વિરોધીઓને ડામવા પર અડી ગયા હોય તેવી ચર્ચાએ વિશ્વભરમાં જોર પકડ્યું છે.

READ ALSO

Related posts

BIG NEWS: બેન્ક ડૂબી જશો તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!