GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ આખરે સુપ્રીમમાં પહોંચ્યો, 3 અરજીઓ થઈ દાખલ

નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ અરજીઓ દાખલ થઈ. રિહાઈ મંચ, પીસ પાર્ટી, જન અધિકાર મંચના મહાસચિવ મોહમ્મદ ફઝીલુદ્દીન અને વકીલ એમએલ શર્માએ અરજી દાખલ કરી નાગરિકતા સંશોધન કાયદાને ગેરબંધારણિય જાહેર કરવાની માગ કરી છે. પીસ પાર્ટીએ પોતાની અરજીમાં કહ્યું કે ધર્મના આધારે ભેદભાવની બંધારણમાં મંજૂરી નથી. આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું પણ ઉલ્લંઘન કરે છે.

વકીલ એમએલ શર્માએ પોતાની અરજીમાં કહ્યું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નાગરિકતા સંશોધન બિલનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આ બિલ મંજૂર થતા ભાજપના જ તમામ સાંસદોને અયોગ્ય ગણાવવા જોઈએ. નોંધનિય છે કે મુસ્લિમ યુનિયન લીગે ગુરૂવારે નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરી હતી અને તેને રદ કરવાની માગ કરી હતી. જો કે જ્યારે આ અરજી દાખલ થઈ ત્યારે રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી ન હતી. રાષ્ટ્રપતિ કોવિંદે આ બિલને ગુરૂવારે રાત્રે મંજૂરી આપી કાયદાનું સ્વરૂપ આપ્યું છે.

READ ALSO

Related posts

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, Zydusની કોરોના વેક્સિનને માનવ પરીક્ષણ માટે મળી મંજૂરી

Bansari

પાકિસ્તાનને મોટો ઝટકો: વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી થયા કોરોના વાયરસથી સંક્રમિત

Bansari

ધર્મ ચક્ર દિવસ પર PM મોદીની મહત્વની વાત, બૌદ્ધ ધર્મએ અહિંસા અને શાંતિનો આપ્યો સંદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!