GSTV
Gujarat Government Advertisement

બહુચર્ચિત ખંડણીખોર અને બોલિવૂડ કનેકશન ધરાવતા વસીમ બિલ્લાની હત્યાનો ભેદ ઉકેલાયો

Last Updated on February 7, 2020 by

સુરતના બહુચર્ચિત ખંડણીખોર વસીમ બિલ્લા હત્યા પ્રકરણનો ભેદ નવસારી પોલીસે ઉકેલી કાઢ્યો છે. કુખ્યાત વસીમ બિલ્લાની હત્યાની સોપારી વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાળાએ આપી હતી. પોલીસે આ સમગ્ર હત્યા પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. હત્યા પાછળનું કારણ વસીમ બિલ્લા દ્વારા વર્ષ 2018માં વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાળા પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી અને તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

ખંડણીખોર વસીમ બિલ્લા હત્યા મામલે નવસારી LCBએ મુસ્તાન ઉર્ફે મામા અલી હુસેન ડોડીયા, કુતુબુદ્દીન અસગર અલી વોરા, સાકીબ સાજીદ અલી રંગરેજની ધરપકડ કરી છે. રાજસ્થાનના ગલિયાકોટમાં બદરી લેસવાળાનું ફાર્મ હાઉસ સંભાળતો મુસ્તાન ઉર્ફે મામા અલી હુસેન ડોડીયાએ આ કેસમાં પકડાયેલા બંને આરોપીઓને સોપારી આપી હતી. હત્યા કરવા માટે બે આરોપી સુરતના ઉધના વિસ્તારમાં બે મહિનાથી વસીમ બિલ્લાની રેકી કરતા હતા. વસીમ બિલ્લો જીમથી પરત આવી રહ્યો હતા તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં લેસવાળાની ધરપકડ કરવા લુક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે.

વસીમ બિલ્લા જ્યાં એક તરફ માથાભારે છબી ધરાવતો હતો તો બીજી બાજુ તેનું બોલીવુડ કનેકશન પણ હતું. જેકલીનની ફિલ્મના એક ગીતમાં એક નાનો રોલ કરતા તે નજરે પડ્યો હતો. તો સલમાન ખાન સહિત અન્ય બોલિવુડ સ્ટાર સાથેના ફોટાઓ પણ સામે આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!