GSTV
Panchmahal Trending ગુજરાત

ગોધરામાં લઘુમતી સમાજના 3 લોકોને માર મારવાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે, થયો આ ખુલાસો

ગોધરામાં શુક્રવારે લઘુમતી સમાજના 3 લોકોને માર મારવાની ઘટના ઘટી હતી. ત્યારે આ ઘટના મોબ લિંચિંગને લગતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે પોલીસે આ ઘટનાને મોબ લિંચિંગ ગણાવવાનો ઈન્કાર કરી દીધો છે અને ઓવરટેક મામલે બાઈક સવાર વચ્ચે કોઈ માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું છે. શુક્રવારે ઘટેલી ઘટનાના સીસીટીવી ફુટેજ આજે સામે આવ્યાં છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક જ બાઇક પર સવાર ત્રણ યુવકોને પાછળથી બાઇક લઈને આવતા લોકોએ ઘેરીને માર માર્યો હતો.

શુક્રવારે ગોધરામાં બાવાની મઢી વિસ્તારમાં પસાર થતાં લઘુમતિ સમાજના ત્રણ જેટલાં યુવકો પર હુમલો થયો હતો અને તેમને જયશ્રી રામ બોલવાની કથિત રીતે ફરજ પાડવામાં આવી હોવાની વિગત સામે આવી હતી. આ ઘટના બાદ પોલીસે છ જેટલાં અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત બનેલાં યુવકોને ગંભીર ઈજા થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.

READ ALSO

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk
GSTV