રાજ્યમાં દિવાળીના દિવસે દાહોદ અને ડીસામાં ઘટેલી અકસ્માતની બે ઘટનામાં ટત્રણ લોકોના કરૂણ મોત થયા છે, તો અરવલ્લીના ધનસુરામાં અકસ્માતની વિચિત્ર ઘટના ઘટી છે, જેમાં યુવકનો ચમત્કારિક બચાવ થયો છે.
દાહોદમાં ખાન નદી નજીક ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત થયા અને એક યુવક ઘાયલ થયો હતો. જાલતથી દાહોદ આવતી બાઇકો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.બંને મૃતકોના મૃતદેહને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતા, જ્યારે ઘાયલ યુવકને 108 ની મદદથી સારવાર માટે ખસેડાયો હતો.
ડીસામાં બનેલી અકસ્માતની વાત કરીએ તો ડીસા- પાટણ હાઇવે પર ખરડોસણના પાટિયા પાસે ઇનોવા કર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક મુકેશ પ્રજાપતિનું મોત મોત થયું હતું. બાઈક ચાલક ફંગોળાઈને દૂર ઝાડીમાં ફેંકાઈ જતા એક કલાકે મૃતદેહ મળી આવ્યો હતો. દિવાળીના દિવસે યુવકનું મોત થતા પ્રજાપતિ સમાજમાં માતમ છવાયો છે.

અરવલ્લીના ધનસુરામાં અકસ્માતની વિચિત્ર ઘટના ઘટી છે અને બાઈકચાલક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. ધનસુરા-બાયડ રોડ પર ટ્રકની ટકકરે યુવક દડાની જેમ હવામાં ફંગોડાયો.જો કે આ ઘટનામાં શ્વાનનું ટોળું યુવકનું રક્ષક બન્યું. અકસ્માત બાદ યુવક લાંબો સમય રોડ પર પડ્યો રહ્યો, યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ આ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રક ચાલક ઘટના બાદ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું