GSTV
Home » News » માંગરોળના વિરોલમાં નદીમાં ત્રણ ડૂબ્યા, બે ને બચાવવાં ત્રીજા યુવકે ઝંપલાવ્યું પણ…

માંગરોળના વિરોલમાં નદીમાં ત્રણ ડૂબ્યા, બે ને બચાવવાં ત્રીજા યુવકે ઝંપલાવ્યું પણ…

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ત્રણ યુવકોનાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. માંગરોળ તાલુકાના વિરોલ ગામમાં આ ત્રણેય યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા જ્યાં ડૂબી જતાં ત્રણેયનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાંથી બે યુવાન માંગરોળના ચાખવા ગામના અને એક ગડુ ગામના વતની હોવાનું જણાયું છે. ઈદના તહેવારને લઈને ગડુથી મામાને ત્યાં આવેલા ફોઈના પક્ષ અને સાળા-બનેવી એમ એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. ત્રણેયનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. આ ત્રણ મૃતકોમાં આસિફ અયુબ બેલીમ, સાજીદ હસન બેલી અને ફેજલખ મમદખાનો સમાવેશ થાય છે. બે લોકો નદીમાં ડૂબી રહ્યાં હતાં ત્યારે ત્રીજો બચાવવા પચાવવા પડતાં ત્રણેય ડૂબી ગયા હતા.

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!