GSTV

કોરોના વેક્સિનને લઈને PM મોદીએ લીધા ક્લાસ, દેશમાં ત્રણ કોરોના વેક્સિનનો થઈ રહ્યો છે વિકાસ, PMOએ આપ્યું આ નિવેદન

કોરોના વાયરસના ઘટતા-વધતા કેસો વચ્ચે રાહતનાં સમાચાર તે છે કે દેશમાં 3 કોરોના વેક્સિન ઝડપથી વિકસિત થઈ રહી છે. કોવિડ-19 વૈશ્વિક મહામારીની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં કહ્યું કે, ભારતમાં ત્રણ રસી વિકાસના તબક્કામાં છે, જેમાંથી બે રસી બીજા અને એક રસી ત્રીજા તબક્કામાં છે.

શું કહ્યું પીએમઓએ

પીએમઓએ કહ્યું- આઈસીએમઆર અને બાયોટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા સાર્સ-કોવ-2 (કોવિડ-19 વાયરસ)ના જીનોમ પર કરવામાં આવેલા બે અખિલ ભારતીય અભ્યાસોમાં સામે આવ્યું કે, વાયરસ આનુવંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. કોવિડ-19ના પ્રભાવી રસી વિકસિત કરવા માટે દુનિયાભરમાં જારી પ્રયાસો વચ્ચે સરકારે શનિવારે કહ્યું કે, ભારતમાં વાયરસના જીનોમ સંબંધી બે અભ્યાસોમાં સામે આવ્યું કે, તે આનુવાંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર (મ્યૂટેશન) આવ્યું નથી.

સંગ્રહ, વિતરણ અને તેને લગાવવા માટે બ્લુ પ્રિન્ટ કરાઈ તૈયાર

કેટલાક નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી કે કોરોના વાયરસના સ્વરૂપમાં મોટો ફેરફાર થવાથી તેની પ્રભાવી રસી બનાવવામાં વિઘ્ન ઉભુ થઈ શકે છે. પરંતુ કેટલાક હાલના વૈશ્વિક અભ્યાસમાં સામે આવ્યું કે, વાયરસના સ્વરૂપમાં આવતા હાલના ફેરફારોથી કોવિડ-19 માટે આ સમયે વિકસિત કરવામાં આવી રહેલ રસી પર કોઈ અસર ન પડવી જોઈએ. પીએમઓએ એક નિવેદનમાં કહ્યું કે, નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19એ રાજ્ય સરકારો અને બધા સંબંધિત હિસ્સેદારોની સાથે મળીને રસી સંગ્રહ, વિતરણ અને તેને લગાવવા માટે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.

નિષ્ણાંત સમૂહ રાજ્યોની સાથે મળીને કરશે વિચાર વિમર્શ

નિષ્ણાંત સમૂહ રાજ્યોની સાથે મળીને વિચાર-વિમર્શ કરી રસી સંબંધિત પ્રાથમિકતા અને વિતરણ પર સક્રિયતાથી કામ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં નિર્દેશ આપ્યો કે દેશની ભૌગોલિક સ્થિતિ અને વિવાધતાને ધ્યાનમાં રાખતા રસી સુધી પહોંચ તત્કાલ ગતિશીલ કરવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને પાછલા મહિને કહ્યુ હતુ કે, ભારતમાં કોરોના વાયરસના સ્ટ્રેનમાં કોઈ મોટો કે મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો નથી. તેમણે કહ્યું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) પાછલા કેટલાક મહિના દરમિયાન રાષ્ટ્રીય સ્તર પર ભેગા કરેલા સ્ટ્રેનો (વાયરસના સ્વરૂપ)ના મોટા પાયે અભ્યાસ કરવામાં લાગેલું છે. તેમણે કહ્યું કે, વાયરસના સ્વરૂપમાં ફેરફારના સંબંધમાં ઓક્ટોબરની શરૂઆતમાં જાણકારી ઉપલબ્ધ હશે.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!